બેઠકોમાં વધારો:RTEના ત્રીજા રાઉન્ડમાં બાકી અને સરકારે મંજૂર કરેલી 78 બેઠકો ભરાશે

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વધુ ને વધુ ગરીબ પરિવારના બાળકોને લાભ મળી રહે તે માટે ત્રીજા રાઉન્ડમાં બેઠકોમાં વધારો કરાયો

આણંદ જિલ્લામાં આરટીઇ હેઠળ 212 જેટલી ખાનગી શાળાઓમાં ગરીબ પરિવારના બાળકોને ધો-1માં પ્રવેશ આપીને સારૂ શિક્ષણ આપવા માટે પ્રક્રિયા હાથ ધરાઇ હતી.ત્યારે આણંદ જિલ્લામાંથી 6007 ઓનલાઇન અરજી આવી હતી. ચકાસણી બાદ 3211 મંજૂર કરાઇ હતી. જેમાંથી પ્રથમ અને બીજા રાઉન્ડના અંતે 1662 વિદ્યાર્થીઓને RTE હેઠળ પ્રવેશ મેળવ્યો છે. જયારે ખાલી રહેલી બેઠકો માટે મંજૂર થયેલી અરજીઓમાંથી ખરેખર કોઇ જરૂરીયાત મંદ પરિવારનું બાળક પ્રવેશથી વંચિતના રહે તે માટે ત્રીજી રાઉન્ડ કામગીરી હાથ ધરાઇ છે.

ખાલી રહેલી બેઠકો ઉપરાંત સરકાર દ્વારા વધુ ને વધુ બાળકો પ્રવેશ મળી રહે તેવા હેતુથી માટે કુલ 78 બેઠકોનો વધારો કરાયો છે. આણંદ જિલ્લામાં કોરોના કાળ બાદ RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે ગતવર્ષ કરતાં બે ગણી ઓનલાઇન અરજી આવી હતી. જિલ્લામાં 6007 વાલીઓ દ્વરાા RTE હેઠળ પ્રવેશ મેળવવા માટે અરજી કરી હતી. જેમાંથી તંત્ર્ દ્વારા 4211 અરજી મંજૂર કરવામાં આવી હતી. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 1501 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

જયારે બાકી રહેલી 240 બેઠકો માટે બીજો રાઉન્ડ હાથ ધરાયો હતો.જેમાં 161 બેઠકો ભરાઇ હતી. જેથી 80 જેટલી બેઠકો ખાલી રહી હતી. જરૂરીયાતમંદ પરિવારના બાળક પ્રવેશથી વંચિત ના રહી જાય છે. તે માટે ત્રીજા રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે રાજય સરકારે આ વખતે વધુ ને વધુ બાળકોને RTE નો લાભ મળે તે માટે 78 બેઠકોનો વધારો કરવામાં આવ્યો હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.

છઠ્ઠી જૂન સુધીમાં એડમિશન નિયત કરાવવું
ગરીબ વર્ગના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ એડમિશન આપવાની યોજના અમલમાં મુકાઈ છે. જેના અન્વયે ત્રીજા રાઉન્ડનાં અંતે એટલે કે તા. 26થી 28 મે દરમિયાન ખાલી જગ્યા ધરાવતી શાળાઓમાં બાળકોને RTE નો લાભ મળે તે માટે 78 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. આગામી 6 જૂન સુધીમાં ત્રીજા રાઉન્ડ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...