હવામાન:ચરોતરમાં એક સપ્તાહ વાદળો વચ્ચે તાપમાન 40 ડિગ્રી રહેશે

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દક્ષિણ ભારતના રાજ્યોમાં બદલાયેલા વાતાવરણની અસર

દક્ષિણ ભારતના પશ્વિમ બંગાળ અને આસપાસના રાજયોમાં વાતાવરણ પલટાતા કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સામાન્ય હળવા વાદળોના આવનજાવનના પગલે ભેજનું પ્રમાણ વધુ રહેતા મહતમ તાપમાનમાં ચાલુ સપ્તાહમાં 40 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે. હાલમાં તાપમાનમાં કોઇ ફેરફાર થાય તેવી સંભાવના નથી.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આંશિક વાદળોના પગલે આગામી 50 દિવસ સુધી મહતમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેશે. જયારે સામાન્ય વાદળો આગામી બે સપ્તાહ સુધી રહેવાની સંભાવના છે. જેથી 15 મી મે બાદ વાદળો હટતાં ગરમી જોર વધે તેવી શક્યતા છે. સામાન્ય તાપમાનમાંથી માત્ર 1 ડિગ્રી વધુ કે ઓછું તાપમાન આગામી 5 દિવસ સુધી જોવા મળશે.

આણંદ કૃષિ હવામાન વિભાગમાં શુક્રવારે નોંધાયેલા તાપમાન પર નજર કરીઅે તો મહતમ તાપમાન 39.05,લઘુતમ તાપમાન 26.00, ભેજના ટકાં 70 અને પવનની ગતિ 4.8 કિમીની નોંધાઇ છે. બે દિવસ સુધી તાપમાનમાં સામાન્ય ઉતાર ચઢાવ જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...