ઠંડીમાં ઘટાડો:ચરોતરમાં દોઢ ડિગ્રી તાપમાન વધતાં ગરમી જોર વધવા પામ્યું

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ સુધી તાપામાનમાં સામાન્ય વધઘટ થશે

આણંદ-ખેડા જિલ્લામાં શિયાળાની વિદાયની ઘડી ગણાઇ રહી છે.છેલ્લા ત્રણેક દિવસથી સતત તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. મહતમ તાપમાન 31 ડિગ્રી પહોંચ્યું છે. દિવસે ગરમી પ્રમાણ વધ્યું છે. આગામી બે દિવસ સુધી તાપમાનમાં સામાન્ય વઘઘટ રહેશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના ડો મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, ધીમે ધીમે શિયાળો વિદાય લેશે. દિવસના તાપમાન વધારો થશે. આગામી સપ્તાહમાં મહતમ અને લઘુતમ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થવાની સંભાવના છે. ત્યારે શિયાળુ પાક જેવા કે ઘંઉ તૈયાર થવા આવ્યાં છે.ત્યારે જરૂર હોય તો છેલ્લુ પિયત આપવા જણાવ્યું છે.

ગુરૂવારે લઘુતમ તાપમાન 15 ડિગ્રી અને મહતમ તાપમાન 31 ડિગ્રી નોંઘાયું છે. પવનની ગતિ મંદ પડતાં મહતમ તાપમાનમાં વધારો થયો છે. ઉનાળુ ખેતી માટે ખેડ કરીને છાણીયુ ખાતર ભરવા કૃષિ વૈજ્ઞાનીકોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...