ઠંડીમાં રાહત:ત્રણ દિવસમાં ગરમીનો પારો 7 ડિગ્રી વધી ગયો

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચરોતરમાં ઠંડીનો પારો 2 ડિગ્રી ઘટ્યો
  • આગામી બે દિવસ સુધી ઠંડીમાં રાહત રહેશે

આણંદ ખેડા જિલ્લામાં ફૂંકાતા હિમ પવનો ધીમે ધીમે ઘટી રહ્યા છે, સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઠંડીનું જોર ઘટી રહયું છે. જેથી ચરોતરવાસીઓને ઠંડીમાં આંશિક રાહતનો અનુભવ વર્તાઇ રહ્યો છે. ઠંડીનો પારો બે ડિગ્રી ઘટ્યો તો મહતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થયો હતો તથા વાતાવરણ સૂકું તથા ચોખ્ખું રહેવા પામ્યું હતું. ત્રણ દિવસ પહેલાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી હતું જે વધીને સોમવારે 29 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે લઘુત્તમ તાપમાનનો પારો વધીને 15 ડિગ્રી પહોંચ્યો હતો સાથે પવનનું જોર ઘટતાં તથા ભેજનું પ્રમાણ વધતાં વાતાવરણમાં થોડી ગરમી પણ વર્તાઇ રહી હતી.

પરંતુ સોમવારે ફરી લઘુતમ તાપમાન બે ડિગ્રી ઘટીને 13 ડિગ્રી થતાં ઠંડી યથાવત રહી હતી. મહત્તમ તાપમાન એક ડિગ્રી વધીને 29.2 ડિગ્રી નોંધાયું હતું. હિમ પવાનો 10 થી 11 કિમીની ઝડપે ફૂંકાતા હતા જ્યારે તેણી ગતિ ધીમી પડીને સોમવારે 2.1 કિમિ પ્રતિ કલાક નોંધાઈ હતી. હવામાં ભેજનું પ્રમાણ વધીને 89 ટકા નોંધાયું હતું. આગામી બે દિવસ સુધી મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ત્રણથી ચાર ડિગ્રી ઉંચું રહેશે.

અન્ય સમાચારો પણ છે...