તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ચરોતરમાં તાપમાનનો પારો 38 ડિગ્રી પહોંચ્યો, તાપમાન 1 ડિગ્રી વધતા ગરમીનો અહેસાસ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી રાત્રીના દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે બુધવારે ગરમીનો પારો 37 ડિગ્રી પર પહોંચી જવા પામ્યો હતો. જો કે, ગુરુવારે વહેલી સવારથી જ 5.4 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ-પૂર્વીય દિશામાંથી ફૂંકાતાં ગરમ પવનનો કારણે ગરમીનો પારો પુનઃ 1 ડિગ્રી ઉચકાતાં મહત્તમ તાપમાન પુનઃ 38 ડિગ્રી પર પહોંચી જવા પામ્યું હતું.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે મહત્તમ તાપમાનો પારો બે ડિગ્રી જેટલો ગગડી જતાં પારો 37 ડિગ્રી પહોંચી જવા પામ્યો હતો. આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગત 31મી માર્ચના રોજ મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું.

જે ગુરુવારે 1 ડિગ્રી ઉંચકાતા 38 ડિગ્રી થઇ ગયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 20.5 ડિગ્રી નોંધાયું હતું.જે 31 મી માર્ચની સરખામણીમાં 2.5 ડિગ્રી નીચું નોધાયું છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા રહ્યું હતું.

અગામી દિવસોમાં પારો 41 ડિગ્રી પહોંચે તેવી વકી
રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર અગામી તારીખ 9 થી 15મી એપ્રિલ દરમિયાન આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં મહત્તમ તાપમાનો પારો 39 થી 41 ડિગ્રી તેમજ લઘુત્તમ તાપમાનનો પારો 22 થી 24 ડિગ્રી રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો