તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાપમાન:ચરોતરમાં તાપમાનનો પારો પુનઃ 3 ડિગ્રી ગગડતા ઠંડી

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6.7 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

આણંદ-ખેડા સહિત પંથકમાં છેલ્લા ત્રણેક અેક દિવસથી લઘુત્તમ તાપમાનના પારામાં સતત ઉતાર-ચઢાવ રહ્યો છે.ત્યારે શનિવારે પંથકમાં પુનઃ લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી ગગડતાની સાથે ઠંડીનો પારો 15 ડિગ્રીઅે પહોચી ગયો હતો. જો કે, પંથકમાં શનિવારે આખો દિવસ 6.7 કિ.મી પ્રતિ કલાકે પવન ફૂંકાતા પંથકવાસીઆેને વધુ ઠંડીનો અહેસાસ થયો હતો.

આણંદ- ખેડા સહિત પંથકમાં શનિવારે અેકા અેક પુનઃ 3 ડિગ્રી ગગડતાં પુનઃ 15 ડિગ્રી પહોચી જવા પામ્યો હતો. જો કે, સમગ્ર પંથકમાં આખો દિવસ 6.7 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઉત્તર-પૂર્વીય દિશામાંથી ઠંડા પવનો ફૂંકાતા દિવસભર સામાન્ય ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર શનિવારે આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાન 28 ડિગ્રીઅે પહોચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...