વાતાવરણમાં ફેરફાર:ચરોતર પંથકમાં ગત માર્ચ કરતાં ચાલુ વર્ષે 2 ડિગ્રી વધુ તાપમાન

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સપ્તાહ વાતાવરણમાં સામાન્ય ફેરફાર

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગતવર્ષે માર્ચ માસમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેતું હતું.જયારે મહતમ તાપમાન 32 ડિગ્રી રહેતું પરંતુ ચાલુવર્ષે માર્ચ માસમાં સામાન્ય તાપમાન કરતાં લઘુતમ અને મહતમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધારો જોવા મળી રહ્યો છે.જેના કારણે માર્ચ માસમાં ગરમી પ્રમાણ વધ્યું છે. એપ્રિલના પહેલા વીક જોવા મળતી ગરમી હાલમાં પડી રહી છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના ડો મનોજ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, માર્ચ માસમાં સામાન્ય કરતાં મહતમ અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધુ જોવા મળી રહ્યું છે. આગામી બે સપ્તાહ સુધી તાપમાનમાં સામાન્ય વઘઘટ રહેશે. મહતમ તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેતા ગરમી અનુભવ થઇ રહ્યો છે. ગુરૂવારે મહતમ તાપમાન 35 ડિગ્રી, લઘુતમ તાપમાન 16.05,ભેજનું પ્રમાણ 80 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 2.7 કિમીની નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...