આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી 40 ડિગ્રી વધુ તાપમાન રહેતા સૂર્યપ્રકોપ વધી ગયો હતો. જેના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. જો કે બુધવાર સવારે આંશિક વાદળો છવાતાં તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થતાં સામાન્ય ગરમીનો અહેસાસ વર્તાઇ રહ્યો છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી સામાન્ય વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ પ્રિ-મોન્સુન એકટીવનો પ્રારંભ થશે.ત્યારબાદ ગરમીમાં થોડી રાહત મળશે. જો કે ચોમાસુ 22 જૂનબાદ સક્રિય થાય તેવી સંભાવના છે.
ચરોતરમાં બુધવારે નોંધાયેલા તાપમાન પર નજર કરી તો મહતમ તાપમાન 39.08 અને લધુતમ તાપમાન 29.02,ભેજના ટકા 76, અને પવનનીગતિ 8 કિમીની નોંધાઇ છે. આગામી ત્રણ દિવસસુધી પવનનું જોર સામાન્ય રહેશે ત્યારબાદ પવનનીગતિમાં વધારો થવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.