તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિશોરીનું કાઉન્સેલિંગ:મામા-મામીએ અનાથ ભાણીને ત્રાસ આપતા કિશોરીએ ઘર છોડ્યું

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અભયમ દ્વારા કાઉન્સેલિંગ કરી મહિલાગૃહમાં મોકલી આપી

શહેરમાં રહેતી 16 વર્ષીય અનાથ કિશોરીને તેના મામા-મામીએ ત્રાસ આપતા તેણીએ કોઈને પણ કંઈ કહ્યા વિના ઘર છોડ્યું હતું. દરમિયાન, કિશોરી ચાલતાં-ચાલતાં છેક આણંદથી તારાપુર જતી રહી હતી. જોકે, તે રડી રહી હોય અને એકલી હોય આ અંગેની જાણ કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા અભયમની ટીમને કરાઈ હતી. અભયમની ટીમ તુરંત જ ઘટનાની જાણ થતાં તારાપુર પહોંચી ગઈ હતી અને કિશોરીનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાં વિગત બહાર આવી હતી. આ અંગે વાત કરતા અભયમ ટીમના કાઉન્સેલર કૈલાશબેને જણાવ્યું હતું કે, અમે પહોંચ્યા ત્યારે તેણી રડી રહી હતી.

તેને સાંત્વના આપીને તેની પાસેથી સમગ્ર હકીકત જાણવા પ્રયાસ કર્યો હતો. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, તેના પિતા તે જ્યારે નાની હતી ત્યારે જ ગુજરી ગયા હતા. એ પછી તેની માતા પણ તેને તરછોડી ગઈ હતી. બાદમાં તે તેના મામા-મામી અને નાના-નાનીના ઘરે રહેતી હતી. જોકે, ત્યાં તેઓ તેમને ખૂબ ત્રાસ આપતા હતા. નાના-નાનીએ તેને સોગંધ લેવડાવ્યા હતા કે, તું આ ઘર છોડીને ક્યાંક જતી રહે અને એ પછી તું અહીં આવીશ નહીં.

જેને પગલે સગીરાએ તેના નાના-નાનીએ લેવડાવેલા સોગંધને માન્ય રાખીને રડતાં ચહેરે ઘર છોડ્યું હતું.કાઉન્સેલિંગના અંતે તેને જ્યારે પૂછયુંકે તેને ક્યાં જવું છે ત્યારે તેણીએ તેના મામા-મામીના ઘરે જવાનો ઈન્કાર કરી દીધો હતો. જેને પગલે હાલમાં તેને મહિલાઓ માટેના આશ્રય સ્થાને મોકલી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...