તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Team Of 108 Immediately Rushed The Girl Who Was In Trouble With Her Birth In Anand To Vadodara Sayaji And Revived Her.

નવજીવન:આણંદમાં જન્મની સાથે મુશ્કેલીમાં મુકાયેલી બાળકીને 108ની ટીમે તાત્કાલિક વડોદરા સયાજીમાં પહોંચાડી નવજીવન બક્ષ્યું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં કોરોના કાળ સહિત ઇમરજન્સી સારવાર માટે 108 ની સેવા કાબીલેદાદ બની રહી છે. તને વધુ એક ઉદાહરણ ગઈ કાલે આણંદ જિલ્લાના આણંદ શહેર માં રેહવાસી મહાવીર જૂપડપ્પટી સામે આવ્યુ છે. મહાવીર ઝૂંપડપટ્ટી માં રેહતા રાશનીબેન મહેશભાઈ વસાવાને આણંદ સિવિલ માં દાખલ કરેલ હતા. રોશની બેનને આણંદ સિવિલ ખાતે સિજર કરીને નવજાત બાળકીનો જન્મ કરવ્યો હતો.

આ દરમ્યાન નવજાત બાળકી બગાડ પી જવાથી તેને આણંદ સિવિલથી ઇમરજન્સી 108 દ્વારા શ્રીકૃષ્ણ હોસપિટલમાં કરમસદ ખાતે ખસેડવામાં આવ્યા હતાં પરંતુ રોશનીબેન મહેશભાઇની આર્થીક સ્થિતિ અત્યંત નબળી હોવાથી તેઓ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ શકે તેમ ન હોવાથી ઇમરજન્સી 108 ની ટીમે તેમના અધિકારી નાઝીર વોહરાને પરિસ્થિતિનું વર્ણન કરીને વડોદરાની સ.સ.જી હોસ્પિટલમાં ખસેડવાની વાત કરી હતી.

ઇમરજન્સી 108ની ટીમે શ્રીકૃણ હોસ્પિટલથી તત્કાલીન નીકળી સ.સ.જી હોસ્પિટલ જવા માટે રવાના થઈ ગયા હતા. આણંદથી વડોદરા જવા માટે વધુ સમય લાગવાથી નવજાત બાળકીની તબિયત વધુ બગડતા તને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. ઇમરજન્સી 108 ની ટીમમાં ઇમરજન્સી મેડિકલ ટેકનીશ્યન રાજેન્દ્રસિંહએ ERCP ડો.વશિષ્ટને જાણ કરતા તેમના જણાવ્યા પ્રમાણે અને રાજેન્દ્રસિંહના અનુભવ પ્રમાણે તથા સાથીદાર પાઇલોટ સુરેશભાઈની મદદ તથા સખ્ત પરિશ્રમ કરતા તેઓએ બેગ વાલ માસ્ક દ્વારા મેન્યુઅલ વેન્ટિલેટર અને ઓક્સીજેન પર રાખીને બાળકીને આણંદથી વડોદરા ખાતે સ.સ.જી હોસ્પિટલમાં સહી સલામત રીતે પહોચાડવામાં આવ્યા હતા. તેમની આ કામગીરી ની દદીઁના સગા એ સરાહના વ્યક્ત કરી આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...