• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Teacher Who Was Coming To The Tuition Class Made Obscene Gestures To The Student, The Teacher Went Underground After Receiving A Police Complaint.

વિદ્યાનગરમાં વિદ્યાર્થિની સાથે છેડતી:ટ્યુશન કલાસમાં આવતી વિદ્યાર્થિનીને મોંઢે બચકા ભરી હવસખોર શિક્ષકે અશ્લીલ હરકતો કરી, પોલીસ ફરિયાદ થતા શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગર પોલીસે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
  • ઇજાના નિશાન છુપાવવા વિદ્યાર્થિનીએ ઘરમાં દુપટ્ટો નાખી રાખ્યો હતો
  • પિતરાઇ બહેનને શિક્ષકની ગેરવર્ણતુકની વાત કરતા ઘટસ્પોટ થયો

વિદ્યાનગરના શિક્ષણ જગતમાં લાંછનરૂપ કિસ્સો સામે આવ્યો છે. કામાતુર શિક્ષકે ગુરુની મર્યાદા ઓળંગી ધો.12 સાયન્સની વિદ્યાર્થિનીને એકસ્ટ્રા કલાસના નામે બોલાવી તેની સાથે છેડછાડ કરી મોંઢે બચકા ભરી લીધા હતા. આ પીડિતાના પરિવારજનોની ફરિયાદના આધારે હવસખોર શિક્ષક વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. જોકે, આ ઘટના જાહેર થતા અને પોલીસ ફરિયાદ થતા જ શિક્ષક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેથી પોલીસે તેને પકડવા દોડધામ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગરમાં રહેતી સગીરવયની વિદ્યાર્થિની કાન્તી એસ. પટેલ ઉર્ફે કે.એસ. પટેલના ઘરે બાયોલોજીનું ટ્યુશન માટે જતી હતી. તે બપોરના 3થી 4 અને રજાના દિવસે સવારના 10થી 12 અભ્યાસ કરવા જતી હતી. દરમિયાનમાં 6ઠી ફેબ્રુઆરીના રોજ વિદ્યાર્થિનીના ગાલ પર ઇજાના નિશાન જોવા મળ્યાં હતાં. આ અંગે પૂછપરછ કરતાં સઘળી હકિકત જણાવતાં સૌ ચોંકી ગયાં હતાં.

મહત્વનું છે કે, પીડિત વિદ્યાર્થિનીએ પરિવારજનોને જણાવ્યું હતું કે, સવારમાં આઠ વાગે એકસ્ટ્રા કલાસીસમાં કે.એસ. પટેલે મકાનના ઉપરના માળે એકલી બેસાડી થોડીવાર ભણાવ્યા પછી શારીરિક અડપલાં શરૂ કર્યા હતાં. બાદમાં ગંદી વાતો કરી ગાલ પર તથા બોચી પર બચકાં ભરી દીધાં હતાં. જોકે, વિદ્યાર્થિનીની સહેલી આવતા કે.એસ. પટેલ બન્નેને અભ્યાસ કરાવવા લાગ્યાં હતાં અને સમય થતાં છોડી દીધાં હતાં. આ વાત જાણ્યા બાદ તેના પિતાએ વિદ્યાનગર પોલીસ મથકે કાન્તી એસ. પટેલ ઉર્ફે કે.એસ. પટેલ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાનગર પોલીસે કે.એસ. પટેલની ધરપકડ માટે તેના ઘરે પહોંચ્યાં હતાં. પરંતુ તે ભાગી છુટ્યો હતો. આથી, પોલીસે તેની ધરપકડ માટે વિવિધ દિશા તરફ તપાસના ચક્રોગતિમાન કર્યાં છે.

વિદ્યાર્થિની ટ્યુશનથી ઘરે આવી તે વખતે મોંઢું અને ગળું ઢાંકીને ફરતી હતી. શરૂઆતમાં સહજ બાબત ગણી હતી. પરંતુ ઘરમાં પણ તે એમ જ ફરતી હતી. આથી, અજુગતુ લાગ્યું હતું. તેમાંય સાંજે તેના પિતાની નજર ગાલ પર પડતાં તેઓએ બચકાંના નિશાન જોયાં હતાં. આ અંગે પૂછતાં તેણે બહેનપણીએ મસ્તીમાં ગાલ ખેંચ્યો હોવાનું બહાનું બતાવ્યું હતું.

વિદ્યાર્થિનીના ગાલ પર બચકાના નિશાનના કારણે પરિવારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આખરે આ અંગે તેની પિતરાઇ બહેને પુછપરછ કરતાં તેને સઘળી બાબત કહેતા મામલો તેના પિતા સુધી પહોંચ્યો હતો. તેઓ વાત જાણી ચોંકી ગયા હતા અને આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...