માર્ગોનું સમારકામ:સરકારે ઉધડો લેતા તંત્ર મોડું મોડું જાગ્યું જિલ્લાના રસ્તાઓની મરામત હાથ ધરી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ ગ્રામ્ય વિસ્તારના માર્ગોનું  માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું. - Divya Bhaskar
આણંદ ગ્રામ્ય વિસ્તારના માર્ગોનું માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું.
  • માર્ગ મકાન વિભાગે સરકાર હસ્તકના 250 કી.મી. લંબાઇના ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ શરૂ કર્યુ

જિલ્લામાં ચોમાસા દરમિયાન મોટાભાગના માર્ગો બિસ્માર થઇ ગયા હતા. જેના કારણે અકસ્માતોનું જોખમ પણ વધી ગયું હતું. આ બાબતે સ્થાનિક લોકોએ તંત્ર પર પસ્તાળ પાડતા અને જનતાના અવાજના ગાંધીનગર સુધી પડઘા પડતા છેવટે જિલ્લામાં વિવિધ માર્ગોનું સમારકામ શરુ કરાયું છે.

સમગ્ર ચોમાસા દરમિયાન આણંદ જિલ્લામાં રાજય માર્ગ-મકાન વિભાગ હસ્તકના કુલ 1017.93 કિ.મી. લંબાઇના રાજય ધોરી માર્ગ, મુખ્ય જિલ્લા માર્ગ, અન્ય જિલ્લા માર્ગ સહિતના રસ્તાઓ આવેલા છે. આ રસ્તાઓ પૈકી ચોમાસાની ઋતુ દરમિયાન આશરે 250 કિ.મી.ની લંબાઇના માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા. આ બાબતે વારંવાર રજૂઆતો કરવામાં આવતા અને સરકાર સુધી તેનો પડઘો પડતા તેની મરામત શરુ કરાઇ છે. માર્ગ-મકાન (સ્ટેટ) ના કાર્યપાલક ઇજનેર એમ. બી. પટેલ તથા નાયબ કાર્યપાલક ઇજનેર પાર્થ શાહના માર્ગદર્શન હેઠળ માર્ગો પર મેટલ, ડામર તથા પેવર પેચ વર્કની કામગીરી શરૂ કરાઇ છે.

આ અંગે નાયબ કાર્યપાલક ઇજનેર પાર્થ શાહે જણાવ્યું હતું કે, માર્ગ-મકાન વિભાગ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાંથી મળેલી ફરિયાદોના નિકાલ કરવામાં આવશે. મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યાં બાકી હશે ત્યાં આગામી દિવસોમાં સંપન્ન કરાશે.

આણંદના માર્ગોનું પેચવર્કનું કામ બુધવારથી
વરસાદથી ધોવાણ થઇ ગયેલા આણંદ પાલિકા વિસ્તારના તમામ માર્ગોનું બે તબક્કામાં નવીની કરણની કામગીરી હાથધરવામાં આવશે જેના ભાગેરૂપે બુધવારે ઉમાભવન થી જીટોડિયા રોડ ,વિદ્યાડેરી રોડ, પોલીસ લાઇન, અમીન ઓટોથી લોટીયાભાગોળ રોડ સહિત અન્ય માર્ગોના પેચવર્કરની કામગીરી હાથધરવમાં આવશે તેમજ ઉમાભવન માર્ગ પર વારંવાર ટ્રાફિક જામ થઇ જતો હોવાથી વિદ્યાડેરી રોડ ડાયવર્ઝન આપવા માટે જિલ્લાકલેકટરન ેલેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.જેનાથી જીટોડિયા ,ગણેશ ચોકડી તરફથી આવતાં હેવી વાહનો સરળતાથી પસાર થઇ શકે તેમ છે. > કેતન બારોટ, ચેરમેન રોડ કમિટી, આણંદ પાલિકા

અન્ય સમાચારો પણ છે...