આદેશ:જિલ્લામાં પ્રદુષણ ફેલાવતાં 70 ઇંટોના ભઠ્ઠાને બંધ કરવા તંત્રએ નોટિસ ફટકારી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે પણ અગાઉ ઇંટોના ભઠ્ઠા બંધ કરવા માટે નોટિસ પાઠવી હતી
  • પ્રાદેશિક અધિકારીએ રૂબરૂ બંધ કરવા નોટિસ આપી છતાં ભઠ્ઠા બંધ ન થતાં મામલતદારને કાર્યવાહી કરવા આદેશ અપાયો

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાંક વર્ષોથી દરેક તાલુકામાં ઇંટોના ભઠ્ઠા મોટા પ્રમાણ ધમધમી રહ્યાં છે.જેના કારણે આજુબાજુના વિસ્તારમાં અને ખેતરોમાં પ્રદુષણ ફેલાતા પાકને નુકશાન થઇ રહ્યું હતું. જે બાબત ગુજરાત પોલ્યુશન બોર્ડ બરોડા દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને જણ કરીને જિલ્લામાં ચાલતા ઇંટો ભઠ્ઠા બંધ કરવા માટે આદેશ કર્યા હતા.જેના પગલે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જિલ્લા ચાલતાં ઇંટોના ભઠ્ઠા 30 દિવસમાં બંધ કરવા માટે જે તે તાલુકાના અધિકારીઓને સુચના આપી હતી. તેમ છતાં ઇંટો ભઠ્ઠા ધમધમી રહ્યાં હતા.

જેથીપ્રાદેશિકઅધિકારી આણંદ દ્વારા તાજેતરમાં ઇંટોના ભઠ્ઠાની રૂબરૂ મુલાકાત લઇને સ્થળ તપાસ કરતાં મોટાભાગના ઇંટો ભઠ્ઠા ચાલુ જોવા મળ્યા હતા. જેથી દરેક તાલુકાના મામલદાર અને પોલીસ વિભાગને નોટીસ પાઠવીને તાત્કાલિક કાર્યવાહી કરીને તેનો રીપોર્ટ કરવા આદેશ કર્યા છે. જેને લઇને ગેરકાયદે ઇંટોના ભઠ્ઠા ચલાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દાયકાથી ઇંટો ભઠ્ઠા ચલણ વધ્યું છે. જિલ્લામાં 100 થી વધુ ઇંટોના ભઠ્ઠા ધમધમી રહ્યાં છે. જે તે સમયે પરમીશન લીધા બાદ અવધિ પૂર્ણ થઇ ગઇ હોવા છતાં ઇંટો ભઠ્ઠા ધમધમી રહ્યાં છે. ઇંટો ભઠ્ઠા પર કામ કરતાં મંજૂરોનુ શોષણ થવાના બનાવો અનેક વાર સામને આવ્યા છે. તેમજ ઇંટોના ભઠ્ઠાને કારણે આજુબાજુના 4 કિમી વિસ્તારમાં ભારે પ્રદુષણ ફેલાય છે.તેના કારણે ખેતી પાકને નજીક રહેતા માનવ જીંદગી જોખમમાં મુકાય છે.

આ બાબત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ વડોદરાને ધ્યાને આવતાં ગત માર્ચમાં જિલ્લામાં ચાલતા 70 વધુ ઇંટો ભઠ્ઠા 30 દિવસમાં બંધ કરાવી દેવા સ્થાનિક તંત્રને સુચના આપી હતી. તેમ છતાં આણંદ જિલ્લામાં ઇંટો ભઠ્ઠા ધમધમી રહ્યાં છે. એપ્રિલ માસમાં પ્રાદેશિક અધિકારી આણંદ દ્વારા બોરસદ તાલુકા સહિત મોટાભાગના તાલુકામાં ચાલતાં હતા.જેથી સ્થાનિક તંત્ર દ્વારા જે તે તાલુકાના મામલદારને નોટીસ પાઠવીને આગામી દિવસો ઇંટોના ભઠ્ઠા સીલ કરવાની સુચના આપી હતી. જે અંગેનો રીપોર્ટ તૈયાર કરીને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોકલી આપવા જણાવ્યું છે જેમાં બોરસદ તાલુકાના મામલતદારને એકાદ માસ અગઉ નોટીસ પાઠવીને તાલુકામાં ચાલતાં ઇંટો ભઠ્ઠા બંધ કરવા માટે સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...