અપશબ્દ બોલી માર માર્યો:GEBની ટીમ પર હુમલો કરનારા પિતા-પુત્રની અટક

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધુળેટામાં સમારકામ માટે ગયેલી ટીમ પર હુમલો કર્યો હતો

ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામના રામદેવપુરા સીમમાં ઈલેક્ટ્રીક લાઈટના વાયરો નીચેના ઝાડના ડાળખાને અડી ગયા હોય જીઈબીની ટીમ દ્વારા લાઈન નીચે આવેલા ઝાડો કાપવાનું ચાલુ કર્યું હતું. જીઈબીના કર્મચારીઓ વનરાજસિંહ અજીતસિંહ ઝાલા, જે. એન. સોઢા પરમાર, કે.બી. પટેલ, આર. એસ. પટેલ, જે. બી. રાવલ, એ. એન.વાઘેલા, ટી. જી. શેખ કામ કરતાં હતા.

ખેતરના માલિકો અહેસાનખાન જુસબખાન પઠાણ અને તેમનો પુત્ર સલમાનખાન આવી પહોંચ્યા હતા અને ખેતરની વાડના ઝાડ ના કાપશો તેમ જણાવ અપશબ્દ બોલી માર મારવાનું શરૂ કર્યું હતું. તેમની પાસેનું ધારીયું તેમણે મારતાં આર. એસ. પટેલને ડાબા હાથના અંગુઠા ઉપર, ટી. જી.શેખને ડાબા હાથની હથેળી પાસે, કે. બી. પટેલને હાથના ભાગે તેમજ જે. બી. રાવલને શરીરના ભાગે ઈજા થઈ હતી. જેઓ હાલમાં સ્વસ્થ છે.

અન્ય સમાચારો પણ છે...