તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આવેલા મોગર પાસેની વ્રજભૂમિ ઈન્ટરનેશનલ સ્કૂલના સંચાલકો દ્વારા કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી ફરજિયાત ફીના ઓથા તળે ઓનલાઈન ભણતરમાંથી બાકાત કરી દેતાં બાળકોના કુમળા માનસ પર તેની ઘેરી અસરો પડવા પામી હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળકીઓને મનોચિકિત્સની સારવાર લેવા માટે હોસ્પિટલમાં લઇ જવી પડી હતી.સ્કુલના સંચાલકોએ વાલીને લીંગલ નોટીસ પાઠવીને ફી ભરી જાવ નહીં તો બાળકીના નામ કમી કરવામાં આવશે તેવી ધમકી આપતા પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે
વ્રજભુમિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો-12 સુધી ભણાવવામાં આવી રહ્યું છે અને ત્યાં લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્કુલ દ્વારા ટર્મ પ્રમાણે સ્કૂલ ફી, ટ્રાન્સપોર્ટ ફી, ફુડ ફી તેમજ ઈત્તર પ્રવૃત્તિઓની ફી પણ વસૂલ કરવામાં આવે છે. કોરોના મહામારી પહેલા દરેક વાલીઓ દ્વારા નિયમિતપણે ફી ભરી દેવામાં આવતી હતી. પરંતુ કોવિડ-૧૯ને કારણે માર્ચમાં સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરી દેવાના કારણે સ્કૂલો-કોલેજો સહિત ધંધા-રોજગાર સહિતની તમામ પ્રવૃત્તિઓ બંધ થઈ જવા પામી હતી. જો કે મે-2020થી ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતુ.
સ્કૂલના સંચાલક અને સર્વેસર્વા વહીવટકર્તાએ વોટ્સેપના માધ્યમ દ્વારા ફી ભરી જવાનું જણાવ્યું હતુ.જેને લઈને વાલીઓ દ્વારા કેમ્પસ ખાતે ધસી જઈને ભારે હોબાળો મચાવી દીધો હતો.આણંદ ખાતે રહેતા કલ્પેશ પટેલ પોતાની દિકરી શીવાની ધો-07 અને ર્તીથા ધો -2માં વ્રજ ભૂમિ સ્કુલમાં અભ્યાસ કરે છે.તે બંને દિકરીઓની પહેલી ટર્મની ફી ભરી દીધી હતી. જયારે બીજી ટર્મની ફી અને ફૂડ બીલ અને ટ્રાન્સપોર્ટ ફી બાકી છે. તેમ છતાં સ્કુલના સંચાલકોએ બંને બાળકીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધું હતું .તેના કારણે બંને બાળકીઓને માનસિક અસર થઇ છે.બંનેની કરમસદ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મારા બે બાળકોને રીમુવ કરી દીધા છે, કલ્પેશભાઈ પટેલ
મારા બે બાળકને 30 જાન્યુ.ના રોજથી બીજી ટર્મ ફીને લઈને ફરીથી બન્ને બાળકોને ફરીથી રીમુવ કરી દેવામાં આવ્યા હતા. સ્કૂલના કો. ઓર્ડિનેટર, સંચાલકો વગેરેનો સંપર્ક કરવા છતાં વાત સાંભળી નહોતી અને ઓનલાઇન િશક્ષણથી વંચિત કરાતા બંને બાળકીઓ માનસિક તણાવ અનુભવી રહી છે જેથી કરમસદ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. સંચાલકોએ નોટીસ પાઠવતા ઘરના સભ્યો પણ તણાવ અનુભવી રહ્યા છે. - કલ્પેશભાઈ પટેલ, વિદ્યાર્થીનીના વાલી
જિલ્લા શિક્ષણાધિકારીને આવેદપત્ર આપી રજૂઆત
મોગરની વ્રજભૂિમ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થીનીના વાલી કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે બંને બાળકીઓની માત્ર બીજી ટર્મની ફી બાકી છે. તેમ છતાં તેઓને રીમુવ કરી દેવામાં આવી છે. તેમજ ફી નહી ભરતા સંચાલકો દ્વારા નોટીસ પાઠવવામાં આવી છે.જે બાબતે આણંદ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી.તેઓ આ અંગે તપાસ કરીને પગલા લેવા જણાવ્યું હતું.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.