તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટરનું જાહેરનામું:સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજિસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ 1 વર્ષ સુધી જાળવવો પડશે

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં જૂના મોબાઇલના વેપારીને રજિસ્ટર નિભાવવા હુકમ

બિલ વગરનો માલ ખરીદનારા પણ બિલ વગર અન્ય ગ્રાહકને આ માલ વેચી દઈ તગડો નફો કરે છે. ત્યારે આવી લે-વેચ રોકવા અને મોબાઈલ ચોર અને વેપારી ગ્રાહકોને છેતરે નહિ તે માટે આણંદ કલેક્ટરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. નવા મોબાઇલ અને હેન્ડસેટ વેચાણ કરનારે નિભાવવાના રજીસ્ટરમાં નવા મોબાઇલ, હેન્ડસેટ વેચાણ તથા જૂના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર, જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાનુ઼ રજીસ્ટર, સીમ કાર્ડ વેચાણ કરનારે નિભાવવાનુ રજીસ્ટર અદ્યતન રાખવાનુ રહેશે.

કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું

મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ બને છે. ત્યારે ચોર મોબાઈલની ચોરી કરી સહેલાઈથી બજારમાં સામાન્ય કિંમતોમાં મોબાઈલ વેચી દઈ રોકડી કરી દેતા હોય છે. તેમજ બિલ વગરનો માલ ખરીદનારા પણ બિલ વગર અન્ય ગ્રાહકને આ માલ વેચી દઈ તગડો નફો કરે છે. ત્યારે આવી લે-વેચ રોકવા અને મોબાઈલ ચોર અને વેપારી ગ્રાહકોને છેતરે નહિ તે માટે આણંદ કલેક્ટરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. જોકે, આનું ચુસ્ત અમલીકરણ અંગે જાગૃતઓમાં મત મતાંતર છે. પરંતુ કલેક્ટર કચેરીની આ પહેલને લઈ જુના મોબાઈલની લે-વેચ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટરો રાખવા

મહત્વનું છે કે, નવા-જૂના મોબાઇલ લે-વેચ કરનારા તથા સીમ કાર્ડનું વેચાણ કરતા વેપારીઓએ નિયત નમૂનામાં રજિસ્ટરો રાખવા, મોબાઇલ વેચનારા તથા લેનારા તેમજ ઓળખપત્ર વિના મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વગેરે લેનારા- વેચનારા માટે જવાબદારી નક્કી કરવા માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. સી. ઠાકોરે જાહેરનામું બહાર પાડ્યું છે.

ઓળખ અંગેની વિગતો ફરજીયાતપણે નોંધવાની

આ જાહેરનામા અંતર્ગત નવા-જૂના મોબાઇલ લે-વેચ કરનારા વેપારીએ મોબાઇલ લેતાં પહેલાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ લે-વેચ કરનારા તેમજ સીમ કાર્ડનું વેચાણ કરતા વેપારીએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનારની ઓળખ અંગેની તમામ વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે. આ માટે વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ ફરજિયાતપણે નોંધવાની રહેશે. હેન્ડસેટ વેચાણ-ખરીદની તારીખ સમય તથા ગ્રાહકની સહી પણ લેવાની રહેશે.

રજીસ્ટર અદ્યતન રાખવાનુ રહેશે

નવા મોબાઇલ અને હેન્ડસેટ વેચાણ કરનારે નિભાવવાના રજીસ્ટરમાં નવા મોબાઇલ, હેન્ડસેટ વેચાણ તથા જૂના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ નિભાવવાનું રજિસ્ટર, જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ નિભાવવાનુ઼ રજીસ્ટર, સીમ કાર્ડ વેચાણ કરનારે નિભાવવાનુ રજીસ્ટર અદ્યતન રાખવાનુ રહેશે. કોઇપણ વ્યકિતઓ મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વગેરે ઓળખકાર્ડ વગર અથવા કોઇપણ ઓળખપત્ર વગર વેચશે, ખરીદશે અથવા કોઇપણ રીતે અન્યને તબદીલ કરશે તો તે અંગે તેવા મોબાઇલ સીમકાર્ડ, હેન્ડસેટ વગેરે વેચનારા કે પ્રાપ્ત કરનારની જવાબદારી બનશે.

આદેશનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર

સત્તાધિશ અધિકારી ચકાસણી અર્થે માગે ત્યારે અઘતન રજિસ્ટર રજુ કરવાનું રહેશે. સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ 1 વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા 1 માસ સુધી રીટેલરની રહેશે. આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તારીખ 16/10/2021 સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંધન કરનારા શિક્ષાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...