શિક્ષણ:SP યુનિવર્સિટીમાં ચોથી વખત નેક એક્રિડેશનની ટીમ મૂલ્યાંકન કરશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉના મૂલ્યાંકનમાં 4માંથી 3.25 CGPA સાથે A ગ્રેડ મળ્યો હતો

નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન (NAAC) દ્વારા સમગ્ર ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ગુણવત્તા ચકાસવા માટે મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ભારતની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓ પોતાની સંસ્થાની ગુણવત્તાં જાળવવા માટે આ પ્રકારનું મૂલ્યાંકન દર 5 વર્ષે કરાવતી હોય છે. ત્યારે હવે આગામી ટૂંક સમયમાં વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં ચોથી વખત ટીમ દ્વારા મૂલ્યાંકન કરાશે.સરદાર પટેલ યુનિવર્સિટી અત્યાર સુધીમાં આ પ્રકારનું મૂલ્યાંકન ત્રણ વખત કરાવી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી વખતના મૂલ્યાંકનમાં યુનિવર્સિટીને ચારમાંથી 3.25 CGPA સાથે A ગ્રેડ મળ્યો હતો. જે સમગ્ર ગુજરાતની બીજી સરકારી યુનિવર્સિટી કરતાં વધારે હતાં. મૂલ્યાંકન માટે જરૂરી દસ્તાવેજ SSR નેકની વેબસાઇટ પર 7મી જુલાઇ 2022ના રોજ અપલોડ કરવામાં આવ્યાં હતાં.

હાલ, યુનિવર્સિટીના પ્રવર્તમાન વિદ્યાર્થીઓ પાસેથી યુનિવર્સિટીની ગુણવત્તાનો અભિપ્રાય જાણવા સ્ટુડન્ટ સેટિસફેક્શન સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે. તેની સાથે જ યુનિવર્સિટી દ્વારા મોકલાયેલાં ગુણાત્મક માહિતીની ચકાસણી NAAC દ્રારા હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં યુનિવર્સિટીમાં આ માહિતીને આધારે નેક પિઅર ટીમ દ્વારા મૂલ્યાંકનની પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...