અનુકૂળ વાતાવરણ:ઠંડી જામતાં સપ્તાહમાં 20 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર વધ્યું

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અાણંદ જિલ્લામાં ગત સપ્તાહમાં શિયાળુ પાકનું વાવેતર 37420 હેક્ટરમાં હતું તે વધીને 57755 હેક્ટરમાં થઇ ગયું

આણંદ જિલ્લામાં નવેમ્બર માસના પ્રથમ બે સપ્તાહમાં ઠંડી જોર ઓછું હતું. જેના કારણે શિયાળુ પાકનું વાવેતર જોઇ તેવું થઇ શકયું ન હતું.ચાલુ સપ્તાહમાં ઠંડીનું જોર વધી જતાં રવિ પાકના વાવેતરમાં 55 ટકાના ઉછાળા સાથે 20 હજાર હેકટરમાં વાવેતર વધ્યું છે. બે દિવસથી ઠંડી વધી જતાં ખેડૂતોએ ઘંઉના પાકનું વાવેતર શરૂ કર્યુ છે. જે આગામી સપ્તાહ સુધીમાં 5 હજાર હેકટરમાં ઘંઉનું વાવેતર થવાની સંભાવના છે. જયારે ચાલુ સપ્તાહમાં સૌથી વધુ 10 હેકટરમાં તમાકુ પાકનું વાવેતર થયું હોવાથી કુલ3363 હેકટર તમાકુ વાવેતર થયું છે. ગત સપ્તાહમાં શિયાળુ પાકનું વાવેતર 37420 હેકટરમાં હતું તે વધીને 57755 હેકટરમાં થઇ ગયું છે.

આણંદ જિલ્લામાં ગતવર્ષ કરતાં ચાલુવર્ષે નવેમ્બર માસના પ્રથમ બે સપ્તાહમાં ઠંડીનું જોર ઓછું જોવા મળ્યું છે. ગતવર્ષે નવેમ્બર માસના 2 સપ્તાહ દરમિયાન 43 હજાર હેકટરમાં વાવેતર થયું હતું. તેની સામે ચાલુવર્ષે 37420 હેકટર વાવેતર થયું છે. જયારે ચાલુ સપ્તાહમાં 20 હજાર હેકટરમાં વાવેતર વધ્યું છે. નવેમ્બર માસના ત્રીજા સપ્તાહ સુધીમાં શિયાળુ પાકનું વાવેતર 57755 હેકટરપર પહોંચ્યું છે.

ઠંડી વધતાં ઘઉંના પાકનું વાવેતર વધશે
આ અંગે આણંદ ખેતીવાડી વિભાગના અધિકારી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, ઠંડીનું જોર ચાલુવર્ષે ઓછુ હોવાથી રવિપાકનું વાવેતર ઓછું થયું હતું. પરંતુ બે દિવસથી ઠંડી વધી છે. તેના કારણે બે દિવસમાં 10 હજારથી વધુ હેકટર અને ચાલુ સપ્તાહમાં 20 હજારથી વધુ હેકટરમાં વાવેતર વધ્યું છે.જયારે ઠંડી વધતા હવે ઘંઉ અને શાકભાજીના વાવેતરમાં વધારો થશે.

નવેમ્બર માસનું વાવેતર
પાકબીજુ સપ્તાહત્રીજુ સપ્તાહ
ઘંઉ264776
ચણા128255
રાઇ500750
તમાકુ2334333633
બટાકા15113
શાકભાજી785312212
ઘાસચારો48438347
ચિકોરી219476

કેમ ઠંડીમાં વાવેતર વધુ

  • ખાસ કરીને ઘઉંના પાકને ઠંડુ વાતાવરણ માફક અાવતા સારા ઉછેર સાથે ઉતારો વધુ અાવે છે
  • તમાકુના પાકને ઠંડીમાં પાણીની જરૂરિયાત અોછી પડે છે, જેથી સિંચાઇની ઝંઝટમાંથી મુક્તિ મળે છે.
  • શાકભાજીને પણ ઠંડુ વાતાવરણ વધુ માફક અાવતુ હોવાથી ઉતારો વધુ અાવે છે. ટામેટાના પાકને વધુ ઠંડક જોઇઅે છે.
અન્ય સમાચારો પણ છે...