આણંદની એક કોલેજમાં સાથે અભ્યાસ કરતી યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેના પર તેને બિભત્સ મેસેજ કરનારા શિક્ષકપુત્રને આણંદ સાઈબર સેલે ઝડપી પાડ્યો હતો. હાલમાં તેની સઘન પૂછપરછ કરવામાં આવી છે.
આણંદ શહેરમાં એક ગર્લ્સ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી રાજકોટની 20 વર્ષીય યુવતીનું આણંદ જિલ્લાના બોરસદ ખાતે રહેતા ચિરાગ અરવિંદભાઈ પટેલ નામના શખ્સે ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવ્યું હતું. અને યુવતીના બદનામ કરવા માટે ફેક ઈન્સ્ટાગ્રામ આઈડીથી ગમે તેવા મેસેજ કરતો હતો.
આ અંગેની જાણ યુવતીને થતાં જ તેણે આ મામલે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેની બોરસદ ખાતેથી ધરપકડ કરી હતી. હાલમાં યુવકે કેમ આ પગલું ભર્યું તે અંગેની તેની પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.