ક્રાઇમ:નિવૃત્ત પિતા પાસે પુત્રએ ખર્ચાના અઢી હજાર માંગ્યા, ન આપ્યા તો લાફો માર્યો

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી

વિદ્યાનગરમાં રહેતા 48 વર્ષીય પુત્રે નિવૃત પિતા પાસે ખર્ચાના રૂપિયા અઢી હજાર માંગ્યા હતા. પરંતુ પિતાએ પૈસા આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા યુવકે બેફામ ગાળો બોલી પિતાને લાફો મારી દીધો હતો. વધુમાં તેમની સાથે રહેલાં માતાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

કરમસદ સ્ટેશન રોડ સ્થિત અર્થ હાઈટ્સ કોમ્પલેક્ષમાં કડી ટેક્નીકલ ઈન્સ્ટ્ીટ્યુટમાંથી સુપ્રિટેન્ડન્ટ તરીકે નિવૃત થયેલા 76 વર્ષીય કિરીટ પ્રેમશંકર શુક્લ રહે છે. આ એપાર્ટમેન્ટમાં તેમની દીકરી જિજ્ઞા પતિ સાથે રહે છે. ગત મંગળવારે તેઓ તેમની દીકરીને મળીને પરત તેમના ઘરે આવી રહ્યા હતા. એ સમયે તેમનો મોટો દીકરો જેહુલ (રહે. રામવાટીકા એપાર્ટમેન્ટ, શહીદ ચોક, વિદ્યાનગર) ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે પિતા પાસે રૂપિય અઢી હજાર ખર્ચાના માંગ્યા હતા. જોકે, પિતાએ આપવાની ના પાડતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે કિરીટભાઈને લાફો મારી દીધો હતો. વધુમાં તેમની જોડે રહેલા માતાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...