મધરાતે તસ્કરો ત્રાટક્યાં:બોરસદના કાવીઠા ગામે બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ રૂ. એક લાખની મત્તાની ચોરી કરી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોના-ચાંદીના દાગીના સહિતની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ

બોરસદના કાવીઠા ગામમાં આવેલા ઠાકોરવાળા ફળિયામાં મધરાતે તસ્કરો તાટક્યાં હતા. મકાનમાંથી રૂ.એક લાખની મત્તા ચોરી કરી નાસી ગયાં હતાં. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સોનાનું દોઢ તોલાનું લોકેટ, ઝુમ્મર બુટ્ટી સહિતના દાગીનાની ચોરી
કાવીઠા ગામના ઠાકોરવાળા ફલિયામાં રહેતા રાજુભાઈ બચુભાઈ ઠાકોર 10મી જુલાઇના રોજ રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે પરિવાર સાથે જમી પરવારી મકાનના ઉપલા માળે સુઇ ગયાં હતાં. તેઓ આ સમયે મકાનનું તાળું મારીને સુઇ ગયાં હતાં. તેમના માતા સમુબહેન ઘરના પાછળના ભાગે આવેલા રવેશીમાં સુઇ ગયાં હતાં. દરમિયાનમાં મધરાતે ત્રાટકેલા તસ્કરો મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી તિજોરીના લોકરમાં મુકેલા સોના – ચાંદીના દાગીના જેમાં સોનાનું દોઢ તોલાનું લોકેટ, સોનાની ઝુમ્મર બુટ્ટી, બે સોનાના દોરા એક – એક તોલાના, એક જોડ ચાંદીના ઝાંઝર, રોકડ રૂ.15 હજાર મળી કુલ રૂ.1.08 લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં.
​​​​​​​​​​​​​​પોલીસે તપાસ હાથ ધરી
વ્હેલી સવારે રાજુભાઈ તથા તેમના પરિવારજનોએ ઉઠીને જોતા ઘરનો સામાન વેરવિકેર પડ્યો હતો. જેથી તેઓએ તપાસ કરતા ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે રાજુભાઈ ઠાકોરે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...