હાલાકી:આણંદમાં પ્રાથમિક શિક્ષકોની સર્વિસ બુક સિનિયોરિટી મુજબ મોકલાતી નથી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એકના એક શિક્ષક, CRCની સર્વિસબુકો મોકલતા હોવા મામલે આવેદનપત્ર

આણંદ જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના પગાર બાંધણી સહિતની કામગીરી માટે સર્વિસ બુકો ગાંધીનગર મોકલવામાં કેટલાક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા મનમાની ચલાવવામાં આવતી હોવાનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચરમસીમાએ પહોંચ્યો છે. થોડા સમય અગાઉ પેટલાદ તા.પ્રા.શિ. સામે વ્હાલાદવલાંની નીતિ અપનાવતા હોવાના આક્ષેપ સાથે તાલુકાના શિક્ષકોએ આવેદનપત્ર આપ્યું હતું. આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષકોએ પણ શિક્ષકોની સર્વિસ બુકો ગાંધીનગર મોકલવામાં આણંદ તા. પ્રા. શિક્ષણાધિકારી વ્હાલા-દવલાંની નીતિ અખત્યાર કરી રહ્યાના આક્ષેપ સાથે આણંદ તાલુકા પ્રા.શિ. સંઘ દ્વારા ટીડીઓ, આણંદને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે, છેલ્લા 3 માસમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા સિનિયોરિટી તોડીને એકના એક શિક્ષકની સર્વિસબુકો મોકલાઈ છે.

દર મહિને 25 સર્વિસ બુક ગાંધીનગર સ્વીકારાય છે
આણંદ તા.પ્રા.શિ. ભાવિનભાઇએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાંથી દર માસે એક જ વખત ઉચ્ચતર પગારધોરણ બાંધણી માટે પ્રાથમિક શિક્ષકોની સર્વિસ બુકો મંગાવવામાં આવે છે. આથી તાલુકાદીઠ રપ સર્વિસબુક મોકલવામાં આવે છે. સિનિયોરિટી અનુસાર સર્વિસ બુક મોકલવામાં ક્ષતિ થઇ હતી. જેના કારણે શિક્ષકોને મનદુ:ખ થયું છે. જો કે માર્ચથી અત્યાર સુધીમાં આશરે 1200 સર્વિસ બુકોને કમ્પલીટ કરાઈ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...