તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:આણંદ જિલ્લા વેક્સિનની બીજા તબક્કાની કામગીરી મંદ ગતિએ

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ તબક્કામાં આણંદમાં 93 ટકા કામગીરી થઇ હતી

આણંદ જિલ્લામાં હાલ બીજા તબક્કાની વેક્સિનની કામગીરી ચાલી રહી છે. સૌથી શિક્ષિત ગણાતા જિલ્લામાં શિક્ષિત વર્ગમાં વેક્સિનની બ્રમણાઓના કારણે વેક્સિન મુકાવતા હેલ્થવર્કરો અને સરકારી કર્મચારી ખચકાઇ રહ્યાં છે. જેમાં બે દિવસમાં બીજા તબક્કામાં પ્રથમ રસીનો ડોઝ લેનાર 13099માંથી માત્ર 432 હેલ્થ વર્કરો રસી મુકાવી છે.જેને લઇને આરોગ્ય વિભાગની કામગીરી પ્રત્યે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે.

આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં વેક્સિન માટે સર્વે દરમિયાન 4.70 લાખ લોકોની નોંધણી કરી છે. જેમાં 16600 હેલ્થ વર્કરો અને 34500 જેટલા ફ્રન્ટલાઇન વર્કરો નોંધાયા હતા.તેમાં માંડ 45 ટકા કામગીરી પ્રથમ તબક્કાની વેક્સિન દરમિયાન થઇ હતી. અત્યાર સુધી 13099 હેલ્થ વર્કરો પ્રથમ તબક્કામાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

પરંતુ આ હેલ્થવર્કરો બીજો રસીનો ડોઝ લેવામાં નિરસતા દાખવી રહ્યાં છે. જિલ્લાના 11 કેન્દ્રો પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં બે દિવસમાં બીજો રસીનો ડોઝ માત્ર 432 હેલ્થ વર્કરો લીધો છે. જોકે, કેટલીક જગ્યાએ શિક્ષકો મોટી સંખ્યામાં રસી મુકાવીનો લોકોને રસી મુકાવવા માટે સમજાવી રહ્યા છે કે રસીથી કોઈ નુકસાન નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો