નિર્ણય:આણંદ જીલ્લા પંચાયતમાં દરેક સભ્યને સમાન ગ્રાન્ટ ફળવાશે

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક જિ. પંચાયતના સભ્યને 22 લાખની ગ્રાન્ટ ફળવાશે

જીલ્લા પંચાયતમાં સત્તાધારી ભાજપ જુથ દ્વારા આ વખતે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દરેક સભ્યને તેના મત વિસ્તારમાં વિકાસના કામો માટે 2 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી પરંતુ આ વખતે સત્તાધારી જુથ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી દરેક સભ્યને એકસરખી ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

તેમજ આ માટે માત્ર જે તે સભ્ય પોતાના મત વિસ્તારના વિકાસના કામો નક્કી કરી શકશે નહી પરંતુ દરેક ગામમાં સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જીલ્લા પંચાયતના સભ્ય અને ઝોન દીઠ નક્કી કરેલા વાલી અને ગ્રામજનો ભેગા મળીને ગામમાં કયા વિકાસના કામોની જરુરીયાત છે. તે નક્કી કરશે અને તે નક્કી કરેલા કામોમાં કયા કામોની પ્રાથમિક જરુરીયાત છે તે નક્કી કરીને જીલ્લા પંચાયતના સભ્યના મત વિસ્તારોમાં વિકાસના કામો કરાશે. જેથી કોઈપણ મત વિસ્તારમાં વિકાસના કામોમાં એકતરફી કામો થાય નહી અને દરેક ગામમાં સર્વાંગી વિકાસ થાય તેવી કામગીરી કરાશે.

પ્રથમ વર્ષે મળનારી વિવિધ ગ્રાન્ટોમાંથી અંદાજે 22 લાખની ગ્રાન્ટ પ્રત્યેક જીલ્લા પંચાયતના સભ્યના મત વિસ્તારમાં ફાળવવામાં આવશે અને તેમાં પ્રજાના કામો પ્રજા પોતે નક્કી કરશે અને તે મુજબ પ્રજાના વિકાસના કામો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...