RTO દ્વારા લાયસન્સ ધારકો સામે લાલ આંખ:RTO દ્વારા વાહન ચલાવવામાં બેદરકારી દાખવનાર 6 ચાલકોના લાયસન્સ રદ કરાયા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં છેલ્લા 10 અકસ્માતના બનાવોની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરી કાર્યવાહી હાથ ધરી

આણંદ જિલ્લામાં વાહનચાલકોની બેદરકારીને કારણે વધી રહેલા અકસ્માતોને નિવારવા માટે આરટીઓ દ્વારા લાયસન્સ ધારકો સામે લાલ આંખ કરી છે. જિલ્લામાં તાજેતરમાં 10 જેટલા માર્ગ અકસ્માતમાં15 વ્યકિતઓના મોત નિપજયા હતા. જેમાં તપાસ દરમિયાન 6 જેટલા વાહનચાલકોની બેદરકારીને અકસ્માત સર્જાયા હોવાનું તપાસ રીપોર્ટમાં બહાર આવ્યું હતું.જેથી આણંદ આરટીઓ કચેરી દ્વારા બેદરકારી દાખવનાર 6 વાહનચાલકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કર્યો છે.

આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી જીવલેણ અકસ્માતનું પ્રમાણ વધી ગયું છે.જેના કારણે માનવ જીંદગી જોખમ મુકાઇ છે. જિલ્લામાં તારાપુર, બોરસદ, પેટલાદ, ખંભાત,આંકલાવ,ભાદરણ સહિત જુદી જુદી જગ્યાએ અકસ્માતના બનાવો બન્યા હતા.

આરટીઓ કચેરી દ્વારા અકસ્માત થવાના કારણો સહિત અન્ય તપાસ કરીને તેનો રીપોર્ટ મોકલવામાં આવે છે. આરટીઓ દ્વારા અકસ્માત થયા બાદ જે તે વાહનની ફીટનેસ સહિત બ્રેક સહિતની તપાસ કરવામાં આવે છે. જેમાં કોઇ વાહનચાલકો દ્વારા બેદરકારી દાખવામાં આવી છે કે નહીં તે જાણી શકાય છે. ત્યારે 6 વાહનચાલકોએ પોતાનું વાહન હંકારમાં બેદરકારી દાખતવાં અકસ્માત થયા હોવાનું બહાર આવતાં આણંદ આરટીઓ કચેરી દ્વારા લાયસન્સ રદ કરવામાં આવ્યા છે.

વધુ માહિતી મુજબ આણંદ જિલ્લામાં જુદા જુદા સર્જાયેલા 10 અકસ્માતો પોલીસ દ્વારા આરટીઓ કચેરી જાણ કરવામાં આવતી હોય છે.જેમાં આરટીઓ કચેરી ઇન્સ્પેકટર દ્વારા સ્થળ તપાસમાં વાહનમાં બ્રેક સહિત કાર્યવાહી કરીને તપાસ રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ સમયે અકસ્માત સર્જાનાર વાહનચાલકના લાયસન્સ જે તે પોલીસ મથકે જમા લઇ લેવામાં આવે છે. ત્યારબાદ આરટીઓ કચેરીને લાયસન્સ સોંપી દીધા બાદ 6 માસ માટે લાયસન્સ રદ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...