તપાસ:37 કરોડના કૌભાંડનો રિપોર્ટ વધુ એક અઠવાડિયું મોડો મૂકાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાંકના અભિપ્રાય - પ્રશ્નો ઉકેલવાના બાકી હોવાનો મત

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં રૂપિયા 37 કરોડના હિસાબી ગોટાળાનો રિપોર્ટ શુક્રવારે મુકવાનો હતો તે હવે કેટલાંક સભ્યના અભિપ્રાય બાકી હોય તથા હજુ પણ કેટલીક ક્વેરી ઉકેલવાની બાકી હોય આ રિપોર્ટ સુપરત કરવાને એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે તેમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત મે માસમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં થયેલા હિસાબી ગોટાળાને લઈને એક કમિટીની નિમણુંક કરવામાં આવી હતી. જે તે સમયે રકમ રૂપિયા 29.22 લાખની હતી.

પરંતુ ત્રણ મહિનાની તપાસ બાદ આ રકમ રૂપિયા 38 કરોડ સુધી પહોંચી છે. સમગ્ર કૌભાંડ એવું છે કે યુનિવર્સિટી દ્વારા ઓઉન ફંડ બનાવવામાં આવ્યું હતું. જેમાં રૂપિયા 29.22 કરોડ એ સમયે બાકી બતાવ્યા હતા. આ માટેની ત્રણ કમિટીની નિમણુંક કરવામાં આવી હતી અને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો ઉપયોગ કયાં કરાયો છે તેની તપાસ કરવામાં આવી હતી. જોકે, કમિટીમાં એક સભ્ય બિમાર પડતાં અને હજુ ત્રણ સભ્યનો અભિપ્રાય બાકી હોય, ઉપરાંત સમગ્ર રિપોર્ટમાં થોડી ક્વેરી બાકી હોય રિપોર્ટમાં વિલંબ થયો છે. રિપોર્ટ દસેક દિવસ પછી યોજાનારી સિન્ડીકેટ બેઠકમાં મૂકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...