તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા:રથયાત્રા કાઢવાની મંજુરી માટે તંત્રને અરજી કરાઇ, વર્ષો બાદ રથયાત્રાનો રૂટ બદલાશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 3 વર્ષથી અષાઢી બિજના દિવસે રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે હાલના સંજોગોમાં કોરોના કેસો ઘટી રહ્યાં હોવાથી ચાલુ વર્ષે 17મી રથયાત્રા કાઢવા માટે તડામાર તૈયારી અત્યારથી આરંભી દેવામાં આવી છે.બીજી તરફ રથયાત્રા યોજાય તેવા શહેરીનો મત રાખી રહ્યાં છે..

જો કે ઇસ્કોન મંદિર દ્વારા આણંદ જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા સહિત ગ્રામ્ય મામલતદારને રથયાત્રા કાઢવાની મંજૂરી લેવા માટે લેખિતમાં સોમવારે અરજી આપવામાં આવી હતી.આ સમયે વહીવટીતંત્ર દ્વારા રાજય સરકારની ગાઇડ લાઇન મુજબ અને પોલીસનો અભિપ્રાય લીધા બાદ પરિસ્થિતી જોઇને મંજૂરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. વધુ માહિતી મુજબ ચાલુ વર્ષે કોરોનાની મહામારીના પગલે રથયાત્રા નગરજનો ખેંચી નહીં શકશે. આ માટે અલગથી ટીમો બનાવવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...