તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ કેર:રૂટ્સ ફાઉન્ડેશને આરોગ્ય સેવા અર્થે આણંદની આસપાસના 20 ગામોમાં મેડિકલ વાન ફરતી કરી

આણંદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેડિકલ વાન જરૂરિયાતમંદોને નિઃશુલ્ક સેવા પૂરી પાડશે
 • આણંદના વાંસખેલીયાં, ગાન, મોગરી, હાડગુડ, ગામડી, સંદેસર, ખાંધલી, મેઘવા, સાંગળાપુરા નાવલી સહિતના 20 ગામોમાં આ સેવાનો લાભ મળશે

આત્મીય વિદ્યાધામ ખાતે યોગી ડીવાયન સોસાયટી (ટ્રસ્ટ) હરિધામ-સોખડા દ્વારા ટ્રાયબલ ઝોનના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યની નિઃશુલ્ક સેવા પુરી પાડવામાં આવી રહી છે. આ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી દર્દીઓની સેવા કરી રહ્યો છે. તેવામાં ચરોતરમાં જનસેવાનો મુખ્ય ઉદ્દેશ લઈ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા રૂટ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગથી આણંદ અને તેની આસપાસના 20થી વધુ ગ્રામ્ય-વિસ્તારોમાં પીડિત અને જરૂરીયાતમંદ વ્યક્તિઓની તંદુરસ્તીની સારસંભાળ લેવાના હેતુથી મેડિકલ વાનની નિઃશુલ્ક સેવા શરૂ કરવામાં આવી છે. જે વાનમાં ડોકટરો અને દવાઓ સાથે આરોગ્યની સેવા લોકોને પુરી પાડવામાં આવશે.

આ પ્રસંગે અગ્રગણ્ય શ્રેષ્ઠિઓ ઉપસ્થીત રહ્યા હતા

રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા આ મેડીકલ મોબાઇલ વાન સમાજની સેવા અર્થે આત્મીય વિદ્યાધામ ખાતેથી ઠાકોરજીનું પૂજન કરી તથા શુંકનનું શ્રીફળ વધેરીને જનસેવામાં ફરતી મુકવામાં આવી હતી. આ પ્રસંગે સંતશ્રી પૂ. ગુરુપ્રસાદ સ્વામી, પૂ, આનંદસાગર સ્વામીજી, તનુજભાઈ પટેલ (રૂટ્સ ફોઉન્ડેશન), વિઠ્ઠલદાસ પટેલ (ફુવાજી), શ્રી નગીનભાઈ પટેલ (શેઠ), ટી - સ્કવેર હોસ્પિટલ તબીબી સ્ટાફ તથા સમાજના અગ્રગણ્ય શ્રેષ્ઠિઓ ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો