કોરોનાવાઈરસ:રીક્ષા ચાલકે કોરોના સંક્રમણથી બચવા પ્લાસ્ટીકની ચાદર લટકાવી

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણનો ભય સૌને સતાવી રહ્યો છે. લોકડાઉન-4માં રીક્ષા સહિતના વાહનોને કોરોનાના નિયમોનું પાલન કરવાની શરતે મુસાફરોની હેરાફેરી કરવાની મંજૂર આપી છે. છકડો રીક્ષામાં વધુ પેસેન્જર બેસી શકે છે. ત્યારે આણંદના છકડો રીક્ષા ચાલકે મુસાફરોમાં એક- બીજામાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે અનોખો પ્રયોગ કર્યો છે. છકડો રીક્ષામાં પ્લાસ્ટીકની ચાદર લગાવીને બે મુસાફરોને વચ્ચેનું અતંર તથા શ્વાસોશ્વાસ પ્રક્રિયાને રોકવાનો પ્રયાસ કર્યો છે.જેને સૌએ બિરદાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...