ગોઠવણ સામે ઉહાપોહ:આણંદ આરોગ્ય વિભાગમાં વિવાદ બાદ CHOની ભરતી પ્રક્રિયા બંધ રખાઇ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાત્રતા ધરાવતા ઉમેદવારોને બદલે મળતિયાઓના ગોઠવણ સામે ઉહાપોહ

જિલ્લાના આરોગ્ય વિભાગમાં કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ભરતીનો ભારે વિવાદ ચાલી રહ્યો છે. અધિકારી પોતાના મળતિયાને નોકરી અપાવવા માટે નીતિનિયમોને કોરાણે મૂકી રહ્યા હોવાની ફરિયાદ નોકરીવાંચ્છુ ઉમેદવારોએ કરી છે. ભારે વિરોધના પગલે આખરે સમગ્ર પ્રક્રિયા અટકાવવાની ફરજ પડી છે. ભરતી માટે અરજી કરના ઉમેદવારોના જણાવ્યા અનુસાર સીએચઓની ખાલી પડેલી 35 જગ્યાઓ માટે સમગ્ર રાજ્યમાંથી 1584 જેટલી અરજીઓ આવી હતી. જેમાં ઉંચુ મેરીટ ધરાવતા ઉમેદવારોએ પણ અરજી કરી હતી.

આ ભરતી પ્રક્રિયામાં ccch-8 બેચને ઉમેદવારોની લાયકાતને ધ્યાને લઈ નિમણુંક કરવાની હોય છે પરંતુ આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી સહિત કેટલાક કર્મચારીઓએ પોતાના મળતિયા ઉમેદવારોને નોકરી પર લેવા માટે શોર્ટલિસ્ટ કરતી વખતે સ્થાનિક અધિકારીઓ દ્વારા ખરેખર લાયકાત ધરાવતા ઉમેદવારોનું મેરીટ ઉંચુ હોય તેઓનું નામ લીસ્ટમાંથી બાકાત કરી તેઓને કોલ લેટર ન મોકલીને અન્યાય કરવામાં આવે છે.

આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાતા ભરતી પ્રક્રિયા મુલતવી રખાઇ હોવાની જિલ્લા આરોગ્ય કચેરીએ જાહેર સૂચના લખવાની ફરજ પડી હતી. આમ, ભરતી બંધ રખાતા બે દિવસના વિવાદનો અંત આવ્યો છે. ઉમેદવારોના મેરીટનું પુનઃ ચકાસણી કરાશે.

ઊંચા મેરીટ વાળાની બાદબાકી કરાઇ
આણંદ જીલ્લામાં થયેલ અરજીના રીઝલ્ટ મુજબ મેરીટ નં. 21,26,32,48,51 નંબરના ઉમેદવારોને લાયકાત હોવા છતાં પસંદ ના કરાયા અને 126,182,375, અને 400 નંબરના ઉમેદવાર પાસે લાયકાત ન હોવા છતાં ભરતી કરાઇ. આરોગ્ય અધિકારી દ્વારા સામાન્ય વ્યક્તિઓની વાત ધ્યાને લેવાઈ નથી. -જાગૃતિબેન પરમાર, ઉમેદવાર

મેરીટ પ્રમાણે યાદી તૈયાર કરાઈ છે
1584 માંથી કમિટીની હાજરીમાં ઉચ્ચ ટકાવારી ધરાવતા 490 લોકોનું મેરીટ લીસ્ટ બનાવીને ભરતી કરવામાં આવી છે કોઈ ભેદ ભાવ કરવામાં આવ્યો નથી. - ડી. કે. પટેલ, વહીવટી અધિકારી

અન્ય સમાચારો પણ છે...