તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખગોળ વિજ્ઞાન:આણંદના લોક વિજ્ઞાન કેન્દ્ર, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઝીરો શેડો દિવસ પર કાર્યક્રમ યોજાયો

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે

ભારતીય ખગોળ વિજ્ઞાન કુદરતની કરામતને જાણવા અને સમજવા સક્રિય છે. કુદરતની દરેક ક્રિયા અને પ્રક્રિયા પાછળ નિશ્ચિત વિજ્ઞાન છુપાયેલુ છે. ખગોળીય ઘટનાઓ સામાન્ય માણસની સમજથી દૂર છે. પરંતુ "ઝીરો શેડો ડે"ની ખગોળીય ઘટનાને કુતૂહલથી નિરખતા સર્વેને તાદ્રશ્ય સમજાય છે. જેમાં આણંદ લોક વિજ્ઞાન કેન્દ્ર, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ઝીરો શેડો દિવસ પર કાર્યક્રમ યોજાયો હતો.

તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે

ભર તાપમાં ઉભા હો અને તમારો પડછાયો જ ગાયબ થઈ જાય તો કેવું લાગે ? સામાન્ય નાગરિકોને માન્યા ન આવે તેવી બાબત છે. પડછાયો પણ ક્યારેક ગાયબ થઈ શકે છે જો એવું કહીએ તો કોઈક હસી કાઢે...! પરંતુ ખગોળ વિજ્ઞાન ની દ્રષ્ટિએ આ સત્ય છે. અવકાશમાં એવી એવી ખગોળીય ઘટના જોવા મળે છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આવી જ એક ખગોળીય ઘટના વર્ષમાં બે વાર જોવા મળે છે જેને 'ઝીરો શેડો ડે' કહેવાય છે. જેમાં અમુક પળ સુધી તમારો પડછાયો પણ તમારો સાથ છોડી દેશે.

સમગ્ર કાર્યક્રમ સોશિયલ મીડિયામાં લાઈવ કરાયો હતો

તા. 5 જૂન, 2021 ના એક વિશેષ ખગોળ ઘટના ઘટી જ્યારે આણંદ જિલ્લામાં સૂર્ય એકદમ માથા પર આવી જતા થોડી ક્ષણો માટે પડછાયો ગાયબ થઈ ગયેલો હતો. ગુજકોસ્ટ દ્વારા અનુદાનિત લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ ઘટના નિમિત્તે સી.એસ.સી ખગોળ ક્લબના કોઓડીનેટર, પ્રોફે.બ્રિજમોહન ઠાકોરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રના માનદ નિયામક ડો.વિભા વૈષ્ણવ, જીસીઇટી કોલેજના ડો.ફોરમ જોશીએ આ ઘટના કેવી રીતે બને છે તે અંગે નિષ્ણાત વ્યાખ્યાન આપ્યુ હતું. જન સામાન્યની સમજ માટે આ સમગ્ર કાર્યક્રમ બપોરે 12 કલાકથી 1 વાગ્યા સુધીમાં સોશિયલ મીડિયામાં લાઈવ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...