તોડફોડ:રાવલી ગામની પ્રાથમિક શાળાને રૂ. 50 હજારનું નુકસાન પહોંચાડ્યું

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પેટલાદ તાલુકાની રાવલી પ્રાથમિક શાળામાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી કરતા નુકસાન થયું હતું. - Divya Bhaskar
પેટલાદ તાલુકાની રાવલી પ્રાથમિક શાળામાં અસામાજીક તત્વોએ તોડફોડ કરી કરતા નુકસાન થયું હતું.
  • દારૂ અને જુગારની લત ધરાવતા શખ્સોની તોડફોડ
  • શાળા દ્વારા મહેળાવ પોલીસે મથકે ફરિયાદ નોંધાવાશે

પેટલાદના રાવલી ગામની પ્રાથમિક શાળામાં મે માસની શરૂઆતમાં કોઇ અસામાજીક તત્વોએ ત્રણ વર્ગખંડના તાડા તોડીને અંદર પ્રવેશી રૂમમાં તોડફોટ કરીને એક વર્ગની તિજોરી તોડીને તેમાંથી સ્ટેશનરી સહિત વસ્તુઓ તથા મ.ભો.યોજના વર્ગખંડમાં ભોજન માટે ડિસોની ચોરી કરી તેમજ સીસીટી કેમેરા તોડી શાળાને અંદાજે 50 હજાર ઉપરાંત નુકસાન પહોંચાડયું છે.

પેટલાદ તાલુકાના રાવલી ગામે પ્રાથમિક કુમારશાળામાં 20મી મે પહેલા કોઇ પણ સમયે અજાણ્યા શખ્સો દ્વારા શાળામાં પ્રવેશીને સીસીટીવી કેમેરા કાઢી લીધા હતા.ત્યારબાદ આ શખ્સોએ વર્ગખંડ નં -6ના દરવાજાનું તાળુ તોડી અંદરપ્રવેશ કરીને તિજોરી તોડીને તેમાં મુકેલ સ્ટેશરી સહિત સામનો ચોરી કરી હતી. તેમજ દાદરની બાજુમાં વર્ગખંડમાં 21માં બારી વાટે પ્રવેશીને તોડફોટ કરીને નુકશાન કરેલ છે. જયારે વર્ગખંડ-10ની બારી તોડી તોડફોડ કરીને સ્પીકર વાયર કાપીને ચોરી કરીને લઇ ગયા હતા.

તેમજ વર્ગખંડની બારીઓ તોડી નાંખી તેમજ અન્ય નાની વસ્તુઓ લઇને જઇને શાળાને અંદાજે 50 હજારનું નુકશાન કર્યુ છે. જેને લઇને ગ્રામજનો આ તત્વો સામે રોષ ઠાલવી રહ્યાં છે. જ્યારે મ.ભો.યોજના વર્ગખંડમાં ભોજન માટે ડિસોની ચોરી કરી તેમજ સીસીટી કેમેરા તોડી શાળાને અંદાજે 50 હજાર ઉપરાંત નુકસાન પહોંચાડયું છે.

અસામાજીક તત્વોએ શાળામાં નુકશાન કરતાં ફરિયાદ નોંધાવાશે
રાવલી પ્રાથમિક શાળામાં અગાઉ પણ ચોરી થઇ હતી. પરંતુ આ વખતે કેટલાક તત્વો દ્વારા સીસીટીવી કેમેર,સ્પીકર વાયરસહિતની વસ્તુઓને ભારે નુકશાન પહોંચાડયું છે. આવા અસામજીક તત્વોને પાઠ ભણવો જરૂરી છે.જેથી તેઓની સામે મહેળાવ પોલીસે મથકે ફરિયાદ નોંધાવાશે.

જુગારીઓ કે દારૂડિયા વારંવાર શાળાને નુકશાન પહોંચાડે છે
રાવલી દૂધ મંડળીના ચેરમેન વસીમ મલેક જણાવ્યું હતું કે કેટલાંક જુગાર અને દારૂની લતે ચઢેલા લોકો શાળામાં ઘુસી જાય છે. વારંવાર નાનું મોટુ નુકશાન કરે છે. તેથી આ વખતે ફરિયાદ કરાશે .જેણે પણ આ કૃત્ય આચર્યુ હશે તેઓની પાસે નુકશાની વસુલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...