કામગીરી:આણંદમાં 13મી જૂને પાંચ કલાક સુધી વીજકાપ મુકાશે

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 35 હજાર ઉપરાંત વીજધારકોને અસર

આણંદ- વિદ્યાનગરમાં 3 સબ સ્ટેશનનું મરામતની કામગીરી હાથ ધરવા માટે આગામી તા.13મીએ રવિવારે દિવસ દરમ્યાન 5 કલાક સુધી વીજકાપ મુકવામાં આવનાર છે. જેની સીધી અસર 35 હજાર ઉપરાંત વિજધારકો સહિત ધંધા-રોજગોર પર થનાર હોઈ હાલાકીઓનો ભોગ બનવું પડશે.

આણંદ વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી ફીડર, તુલસી ફીડર, સરદાર ફીડર, વિધાનગર ફીડરમાં આવતા વિસ્તારોમાં ખેતીવાડી વિસ્તાર, મંગળપુરા, ગણેશ ચોકડી, જીટોડીયા રોડ, પાલિકા નગર, ગાયત્રી નગર, સો ફુટ રોડ, અન્ય સોસાયટી વિસ્તારોમાં વહેલી સવારે 8 કલાકથી લાઈટો બંધ કરી દેવામાં આવશે. આથી વિજ તંત્રએ ચોમાસુ સિઝનમાં વરસાદ પડતા પહેલા વિજ લાઈનની ફરતે વૃક્ષોની ડાળખીઓ દુર કરવામાં આવનાર છે.તેમજ વાવાઝોડાને પગલે નમી ગયેલા તમામ વિજપોલ બદલી નાખવામાં આવશે.તેમ વીજતંત્રના સુત્રોઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...