ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે આણંદ શહેરમાં 66 કેવી ખેતીવાડી સબ સ્ટેશનમાં મરામત અને મેઈન્ટેનન્સની કામગીરીનાપગલે રવિવારે સવાર 7 થી બપોરે 1 કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ત્યારે કાળઝાળ ગરમીમાં 7 હજારથી વધુ વીજધારકોને હાલાકીઓનો ભોગ બનવું પડશે. જો કે વીજ કાપ નહીં ના દાવા વચ્ચે આણંદ શહેરમાં વીજકાપ શરૂ થશે.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ 66 કેવી ખેતીવાડી સબ સ્ટેશનમાં આવેલા કૃષિ યુનિવર્સીટી, મંગળપુર, રૂપાપુરા, ગણેશ ચોકડી, જીટોડિયા રોડ, ઉમાભવની પાછળનો વિસ્તાર બોરસદ ચોકડીથી ગણેશ ચોકડી વિસ્તાર, વિદ્યા ડેરી રોડ વિસ્તારમાં મરામતની કામગીરી હાથધરવામાં આવનાર છે. જેના પગલે રવિવારના રોજ સવારના 7-00 કલાક વીજપુરવઠો બંધ કરી દેવામાં આવનાર છે. જો કે વીજ પુરવઠો બંધ કરાતાં નગરજનોને કાળઝાળ ગરમીમાં હાલાકીનો ભોગ બનવું પડશે. મેન્ટેનશની કામગીરી પૂર્ણ થતાની સાથે બપોરે 1 કલાકે વીજ સપ્લાય શરૂ કરી દેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.