તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુઝિવ:SP યુનિવર્સિટીના વિદ્યાર્થીને PhDની મરણોપરાંત ડીગ્રી એનાયત કરાશે, યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ કિસ્સો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક વિદ્યાર્થી મુકેશની તસવીર - Divya Bhaskar
મૃતક વિદ્યાર્થી મુકેશની તસવીર
  • વિદ્યાર્થીએ વર્ષ 2014માં પ્રવેશ મેળવ્યો હતો અને કોરોનાની પ્રથમ લહેરમાં તેનું નિધન થયું હતું
  • મુકેશ ચૌબેએ દરિયાઈ લીલ ઉપર સંશોધન પત્ર રજૂ કર્યું હતું
  • પોસ્ટ પીએચડી માટે વોશિંગ્ટન યુનિ.માં પસંદગી પામ્યો હતો

સરદાર પટેલ યુનિવર્સિટીમાં કોરોના કારણે મૃત્યુ પામેલા વિદ્યાર્થીને મરણોપરાંત પીએચડીની ડીગ્રી એનાયત કરવામાં આવશે.જે યુનિ.નાઈતિહાસનો પ્રથમ કિસ્સો છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલતિ અલ્પેશ.એન.પટેલ પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સંસ્થામાં બાયો ટેકનોલોજી વિભાગમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી મુકેશનું ગત 23મી નવેમ્બર 2020માં કોરોના કારણે મૃત્યુ થયું હતું. જેના રિસર્ચ પેપર તેઓના ગાઈડ પ્રો. ડો.નીરજકુમાર સિંહે યુનિવર્સિટીને મરણોપરાંત પીએચડી માટે રજૂ કરાયા હતાં. જેને યુનિવર્સિટીએ માન્ય રાખ્યો છે.

2014માં પીએચડીમાં પ્રવેશ લીધો હતો
આ અંગે વિદ્યાર્થી મુકેશ ચૌબેના પિતા ઘનશ્યામ ચૌબેએ જણાવ્યું હતું કે, ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલતિ એ.એન.પટેલ કોલેજમાં બાયો ટેકનોલોજી વિભાગમાં 2014માં પીએચડીમાં પ્રવેશ લીધો હતો. આરડીસી (રિસર્ચ એન્ડ ડેવલમેન્ટ કમિટી) તરફથી તેમને પ્રો ડો. નિરજ સિંહને ગાઈડ તરીકે એલોટ કરાયા હતા.

આ અંગે વિદ્યાર્થી મુકેશ ચૌબેના ગાઈડ પ્રો.ડો. નિરજ સિંહે જણાવ્યું હતું, કે મુકેશ દરિયાઈ લીલ અને શેવાળમાં મળતાં પ્રોટીન ઉપરથી મળતાં હાઈકોબીલીન પ્રોટીન ઉપર રિસર્ચ કરી રહ્યો હતો. જે માનવીની નર્વસ સિસ્ટમ, ચેતાતંતુ અને અલઝામયર જેવા રોગ સામે રક્ષણ આપે છે.જે પ્રમાણિત થયું હતું.અને જે અંગેના 7 ઈન્ટરનેશનલ રિસર્ચ પેપર પબ્લીશ કરવામાં આવ્યાં હતાં. તેમજ આ રિસર્ચ કેવી રીતે આગળ વધારવું તે માટે તેણે પોસ્ટ પીએચડી અંગે મુકેશ ચૌબેનું વોશિંગટન યુનિવર્સિટીમાં સીલેકશન થયું હતું. જો કે, કોરોના કારણેએ તે મુલતવી રાખ્યું હતું.

એક વાયવા બાકી રહી ગયો હતો
તે દરમિયાન લીલ અને શેવાળના પ્રોટીન રોગના નિરાકણ માટે કેવી રીતે ઉપયોગ છે. તેની થીસીસ લખી તેઓએ સબમીટ કરી હતી. માત્ર એક વાયવા એકલો બાકી હતો. દરમિયાન કોરોના પ્રથમ લહેરમાં 23મી નવેમ્બર 2020ના રોજ અવસાન થયું હતું.આમ મુકેશનો પ્રોજેક્ટ રિપોર્ટ અને થીસીસ તૈયાર હતા.જે અંગેની તમામ ફોર્માલીટી મંે પૂર્ણ પુરી કરી 10 દિવસ અગાઉ યુનિવર્સિટીમાં સબમીટ કરી હતી. જેને યુનિવર્સિટીને માન્ય રાખી છે. અને મરણોપરાંત પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવશે.

દીકરો ગુમાવ્યાનું દુ:ખ છે પણ તેની ઈચ્છા પૂરી થઈ
બાયોટેકનોલોજી વિભાગમાં પીએચડી કરવાનું મારા દીકરાનું ડ્રીમ હતું. પીએચડી ગાઈડ ડો.નિરજસિંહ તેમજ યુનિવર્સિટી સત્તામંડળના હકારાત્મક પ્રતિસાદના કારણે ડ્રીમ પૂર્ણ થયું છે. તેમનું સપનું પૂર્ણ થયંુ તેનો આનંદ છે. જેના માટે અમે સત્તાવાળાનો આભાર માનીએ છીએ.> ઘનશ્યામ ચૌબે , મુકેશના પિતા

ડિસેમ્બરના અંત સુધીમાં ડિગ્રી એનાયત કરાશે
મુકેશના નિધન પછી મરણોપરાંત પીએચડીની ડિગ્રી માટે સ.પ.યુનિ રજિસ્ટ્રાર, ઉપકુલપતિ ડો.શિરિષ ફુલકર્ણી પાસે અમે અરજી મોકલી હતી.તેમણે સંવેદનશીલતા દાખવીને એકેડમિક કાઉન્સિલમાં ભલામણ માટે મૂકી. જેને સર્વસંમતિથી સ્વીકૃતિ આપી છે તેમને ડિસેમ્બરના મધ્ય સુધીમાં આ ડિગ્રી અનાયત થશે.> પ્રો.ડો.નીરજ સિંઘ, પી.એચ.ડી ગાઈડ