આણંદ-ખેડા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 40 ડિગ્રી ઓછું નોંધાયું છે. 24 કલાકમાં વધુ 2 ડિગ્રી પારો ઘટતાં મહતમ તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો પારો પુન: ઉંચો જશે. હિટ વેવની સંભાવના વર્તાઇ છે. હાલમાં આંશિક વાદળોના પગલે મહતમ તાપમાન ઘટી રહ્યું છે.વાદળો હટતાં જ પુન: અસહ્ય ગરમી પડવાની સંભાવનાછે.આણંદ કૃષિ હવામાન વિભાગમાં મંગળવારે સવારે મહતમ તાપમાન 38.02 ,લઘુતમ તાપમાન 26.05, ભેજના ટકા 77 નોંધાયા છે. જયારે પવનની ગતિ 5.8 કિમીની નોંધાઇ છે.
જયારે આગામી સપ્તાહમાં સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન વધુ રહેવાની સંભાવના છે. તેમજ એકાદ બે દિવસ પારો 43 ડિગ્રીની આસપાસ રહેવાની વકી છે. એક સપ્તાહ સુધી 41 ડિગ્રી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. જયારે ગરમ પવનો જોર વધશે. જેના કારણે અસહ્ય ગરમીનો દોર જોવા મળશે. આગામી દિવસોમાં ગરમીનું જોર વધુ રહેવાથી શાકભાજીના પાકમાં જરૂરીયાત મુજબનું પિયત આતરે દિવસે આપવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.