નિમણૂક:પોલીસ કર્મીની રાજ્ય અશ્વદળમાં મેજર તરીકે પસંદગી, પરિવાર વિદ્યાનગર ખાતે સબંધીના બેસાણામાં આવતો હતો

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરના આનંદનગરમાં રહેતા અલ્પેશભાઈ મેઘાભાઈ મેર (ભરવાડ)ના સગા ભગવાનભાઈ વલ્લુભાઈ ડાંગર (ભરવાડ)ના પરિવારને વલ્લભ વિદ્યાનગર બેસણામાં જવાનું હોય અલ્પેશભાઈ પોતાની સ્વીફ્ટ કાર અને ક્રેટા કાર લઈને ભાવનગર થી વિદ્યાનગર આવવા નીકળ્યા હતા. જેમાં ક્રેટા કાર સંજયભાઈ ભગવાનભાઈ ડાંગર ચલાવી રહ્યા હતા. જેમાં રાઘુભાઈ વલ્લુભાઈ ડાંગર, ધનીબેન રાઘવભાઈ ડાંગર, ધુનાબેન ભગવાનભાઈ ડાંગર બેઠા હતા.

તારાપુર-વટામણ હાઈવે ઉપર ઈન્દ્રણજ ગામની સીમમાં મમરા પૌઆની ફેકટરી નજીક સામેથી તારાપુર તરફથી પુરપાટ ઝડપે આવતી પીકઅપ વાનના ચાલકે સંજયભાઈ ભગવાનભાઈ ડાંગરની ક્રેટા કારને ટક્કર મારી અકસ્માત સર્જાતા જેથી અલ્પેશભાઈએ પોતાની કાર રોડ ઉપર ઉભી રાખી અકસ્માતના કારણે કારમાં ઘવાયેલા સંજયભાઈ ડાંગર, રાઘુભાઈ વલ્લુભાઈ ડાંગર અને ધનીબેન રાઘવભાઈ ડાંગરને બહાર કાઢ્યા હતા. જ્યારે તેમાં ધુનાબેન ભગવાનભાઈ ડાંગરનું ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે અલ્પેશભાઈની ફરિયાદના આધારે પીકઅપ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...