તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આણંદ ICUમાં જામનગરથી 14 કલાક બાદ ટેન્કર આવ્યા બાદ પ્લાન્ટ ચાલુ થશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આણંદ-ખેડા સિવિલ સહિત 12 જેટલી હોસ્પિટલો દૈનિક 6 ટન ઓકસીજન પુરો પાડતી વિદ્યાનગર ગેસ એજન્સીમાં છેલ્લા 30 કલાકથી ઓકસીજનનો લીકવીડ ન મળતાં પ્લાન્ટ ઠપ્પ થઇ ગયો છે.તેના પગલે આગામી કલાકો કેટલીક હોસ્પિટલોમાં ઓકસીજનની ઘટ વર્તાવાની સંભાવના છે. આણંદ સિવિલ,ખેડા સિવિલ ,વાસદ હોસ્પિટલ, સહિત 12 જેટલી હોસ્પિટલનો ઓકસીજનનો સપ્લાય કરતી વિદ્યાનગરની ગેસ એજન્સીને છેલ્લા 30 કલાક લીકવીડ મળવાને ઓકસીજનનું ઉત્પાદન ઠપ્પ થઇ ગયું છે.

તેના કારણે ભારે હલચલ મચી ગઇ છે. ઓકસીજન ઉત્પાદન ઠપ્પ થઈ જવા પામ્યું છે,જેને લઈને તેઓ છેલ્લા 30 કલાકથી વિવિધ હોસ્પીટલોમાં ઓકસીજનન સપ્લાય કરી શકયા નથી,હાલમાં હોસ્પીટલોમાં કોઈ દર્દી ઓકસીજનનાં અભાવે ક્રીટીકલ સ્થિતીમાં મુકાય નહી તે માટે કંપની દ્વારા અન્ય ગેસ કંપનીઓ પાસેથી ઓકસીજનની બોટલો રીફીલીંગ કરાવીને તેઓ હોસ્પીટલોમાં પહોંચાડી રહ્યા છે,પરંતુ જો આ સ્થિતી લંબાય તો ઓકસીજનનાં અભાવે હોસ્પીટલોમાં દર્દીઓ ગંભીર સ્થિતીમાં મુકાય તેવી સ્થિતી રહેલી છે કંપની દ્વારા આ અંગે કલેકટર સહીત ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી તાત્કાલિક ધોરણે લીકવીડ મળે તે માટે માંગ કરી છે,દૈનિક હાલમાં પાંચ થી છ ટન જેટલા ઓકસીજનની માંગ રહેલી છે,ત્યારે કંપનીને નિયમિત પાંચ થી છ ટન ઓકસીજન મળે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.ઓકસીજન માટે હોસ્પીટલો ઉપરાંત હોમ આયસોલેશનનાં દર્દીઓ માટે લોકો ઓકસીજન લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...