• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • The Picture Of Candidates On Seven Assembly Seats Became Clear, 15 Candidates Withdrew Their Forms Today And Now 60 Candidates Are In The Fray

આણંદ જિલ્લાનો ચૂંટણી જંગ:સાત વિધાનસભા બેઠકો પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું, આજે 15 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે 69 ઉમેદવારો મેદાનમાં

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા. 5 મી ડિસેમ્બરના રોજ મતદાન થનાર હોઈ આણંદ જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભાની બેઠકો માટે 154 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાંથી ઉમેદવારી પત્રોની ચકાસણી થતા 32 ઉમેદવારી પત્રો રદ થયા હતા. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના દિવસો દરમિયાન ત. 19 મી ના રોજ તમામ મતદાર વિભાગમાંથી 3 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા હતા. જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે તા.21 નવેમ્બર 2022 ના રોજ જિલ્લાના 7 વિધાનસભા ક્ષેત્રમાંથી 12 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા.

મહત્વનુ છે કે ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે પરત ખેંચાયેલ ઉમેદવારી પત્રો પૈકી બોરસદ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદિશભાઇ ગોવિંદભાઇ સોલંકી તેમજ અપક્ષ ઉમેદવાર વજેસિંહ ઉદેસિંહ સોલંકી, આંકલાવ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદકુંવરબા ગજેન્દ્રસિંહ રાજ, ઉમરેઠ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બિન્દલ લખારા તેમજ અપક્ષ ઉમેદવાર રાજુબેન રમેશભાઇ ઝાલા અને ભૃગુરાજસિંહજી પ્રતાપસિંહજી ચૌહાણ, આણંદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહુલકુમાર વિનોદભાઇ વસાવા તેમજ અપક્ષ ઉમેદવાર યામીનભાઇ ઇબ્રાહીમભાઇ વ્હોરા અને અલ્લારખા નસીબખાન પઠાણ,પેટલાદ બેઠક પર અપક્ષ ઉમેદવાર નટવરભાઇ શંકરભાઇ સોલંકી ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું છે.

આ ઉપરાંત સોજીત્રા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જયમીનકુમાર અમૃતભાઇ પરમાર તેમજ રાષ્ટ્રીય હિન્દુ એકતા દળના ઉમેદવાર અમિતકુમાર ભુપેન્દ્રભાઇ પટેલે તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા. જ્યારે ખંભાત બેઠક પર કોઇ ઉમેદવારે તેમનું ઉમેદવારી પત્રો પરત ખેંચ્યું નહતું.તેમ સંબંધિત મતદાર વિભાગના ચુંટણી અધિકારીઓએ જણાવ્યું છે. નોંધનીય છે કે તા. 21 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચવાના છેલ્લા દિવસે 12 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા હવે જિલ્લાના 7 મતદાર વિભાગના ચૂંટણી જંગમાં 69 ઉમેદવારો રહ્યા છે.

કઇ બેઠક પર કોણ મેદાનમાં રહ્યું ?
ખંભાત વિધાનસભા બેઠક
ચિરાગકુમાર અરવિંદભાઈ પટેલ (કોંગ્રેસ), ભાઇલાલભાઈ કાળુભાઈ પાંડવ (બસપા), મહેશકુમાર કનૈયાલાલ રાવલ (મયુર રાવલ) (ભાજપ), અરુણકુમાર કાભાઈભાઈ ગોહિલ (આપ), પટેલ કૃણાલકુમાર જશવંતભાઈ (રાષ્ટ્રીય હિંદ એકતા દળ), પટેલ રોનિતકુમાર અશોકભાઈ (પંચ્યાસી પરિવર્તન સમાજ પાર્ટી), અમરસિંહ રામસિંહ ઝાલા (અપક્ષ), રણજીતભાઇ કેહુભાઈ આંબલીયા (અપક્ષ), મહિપતસિંહ કેસરીસિંહ ચૌહાણ (અપક્ષ), વિષ્ણુભાઈ રતિલાલ ચુનારા (અપક્ષ), રાજેન્દ્રસિંહ મહોબતસિંહ સિંધા (બાપુ) (અપક્ષ).

બોરસદ વિધાનસભા બેઠક
અંકુરભાઇ કનુભાઇ આહિર (બસપા), રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર (કોંગ્રેસ), રમણભાઇ ભીખાભાઇ સોલંકી (ભાજપ), સુરેશભાઇ રાવજીભાઇ ઠાકોર, મનીષભાઇ રમણભાઇ પટેલ (આપ), દિપેનકુમાર નિરંજનભાઇ પટેલ (અપક્ષ), કેશરીસિંહ ભારતસિંહ પરમાર (અપક્ષ), આશિષકુમાર ઠાકોરભાઇ ભોઇ (અપક્ષ).

આંકલાવ વિધાનસભા બેઠક
અમીત ચાવડા (કોંગ્રેસ), ગુલાબસિંહ રતનસિંહ પઢિયાર (ભાજપ), બીપીનભાઇ મણીલાલ ભેટાસીયા (બસપા), ગજેન્દ્રસિંહ હરીસિંહ રાજ (આપ), યુસુફભાઇ અભેસંગ રાજ (ગરાસિયા) (રાષ્ટ્રીય હિંદ એકતા દળ), કેયુર પ્રવીણભાઇ પટેલ (અપક્ષ), અજીતસિંહ ચંદ્રસિંહ રાજ (અપક્ષ).

ઉમરેઠ વિધાનસભા બેઠક
ગોવિંદભાઇ રઇજીભાઇ પરમાર (ભાજપ), પટેલ જયંતભાઇ રમણભાઇ (બોસ્કી) (એનસીપી), અમરીશભાઈ હેમેન્દ્રભાઈ પટેલ (થામણા) (આપ), વિપુલકુમાર એ. ઝાલા, જગદીશભાઈ રાવજીભાઈ ઠાકોર (અપક્ષ), રમેશભાઈ રામાભાઈ ઝાલા (લાલાભાઈ) (અપક્ષ), ઘનશ્યામભાઈ નટવરભાઈ દરજી (અપક્ષ), નાજીમખાન ફકીરમહંમદ પઠાણ (અપક્ષ), બળદેવસિંહ ઉદેસિંહ પરમાર (બી.યુ.) (અપક્ષ), સદરૂ યુ. બેલીમ (અપક્ષ), હર્ષિતકુમાર ઘનશ્યામભાઈ પટેલ (ભુરાભાઈ) (અપક્ષ), હિદાયતઉલ્લખાન ફકીરમહંમદખાન પઠાણ (અપક્ષ),

આણંદ વિધાનસભા બેઠક
અલ્પેશકુમાર જયંતીભાઈ મકવાણા (અપ્પુ) (બસપા), કાંતિભાઈ સોઢા પરમાર (ભગત) (કોંગ્રેસ), યોગેશ આર.પટેલ (બાપજી) (ભાજપ), અરવિંદકુમાર અમરશીભાઈ ગોલ (રાષ્ટ્રીય હિંદ એકતા દળ), મૌલિક વિનુભાઈ શાહ (ભારતીય નેશનલ જનતા દળ), ગણપતભાઇ જેસંગભાઈ, સેડલીયા ગિરીશકુમાર હિંમતલાલ (આપ), જાનકીબેન દિનેશભાઈ પટેલ (અપક્ષ), તોફીકમીયા ફકરુમીયા મલેક (અપક્ષ), તોસીફભાઈ મુસ્તુફાભાઈ વ્હોરા (હાફેજી) (અપક્ષ), જતીનકુમાર દિનેશચંદ્ર દવે (અપક્ષ), પ્રતિમાબેન શૈલેષભાઈ પરમાર (અપક્ષ), વિજયભાઈ શાંતિલાલ જાદવ (અપક્ષ), વિપુલકુમાર બિપીનભાઈ મેકવાન (અપક્ષ), સર્ફરાજ હુસેનખાન પઠાણ (એસ.કે.) (અપક્ષ).

પેટલાદ વિધાનસભા બેઠક
કમલેશભાઇ રમેશભાઇ પટેલ (માસ્તર) (ભાજપ), ડો. પ્રકાશ બુધાભાઈ પરમાર (ડોકટર) (કોંગ્રેસ), હર્ષદભાઇ ઇશ્વરભાઇ ગોહેલ (બસપા), અર્જુનભાઇ સિધાભાઇ ભરવાડ (આપ), સોમાભાઇ ઝેણાભાઇ તળપદા (રાઈટ ટુ રીકોલ પાર્ટી), યાત્રિકભાઇ હરીશભાઇ શાહ (મહારાજ) (રાષ્ટ્રીય હિન્દ એકતા દળ), સંજયકુમાર વિઠ્ઠલભાઇ ઠાકોર (અપક્ષ), રીયાઝખાન અકબરખાન પઠાણ (અપક્ષ).

સોજિત્રા વિધાનસભા બેઠક
વિપુલકુમાર વિનુભાઇ પટેલ (ભાજપ), પુનમભાઇ માધાભાઇ પરમાર (કોંગ્રેસ), મુકેશભાઈ રણછોડભાઈ જાદવ (બસપા), મનુભાઈ રણછોડભાઈ ઠાકોર (આપ), યુવરાજસિંહ મહીપતસિંહ ગોહિલ (અપક્ષ), જાવેદભાઈ રજાકભાઈ વ્હોરા (મુખી ગેસવાળા) (અપક્ષ), દેવાંગભાઈ નરહરિલાલ શેલત (દેવો) (અપક્ષ), મનુભાઈ જેઠાભાઈ વણકર (અપક્ષ)

અન્ય સમાચારો પણ છે...