નિમણૂક:કર્મીઓએે ટ્રિબ્યુનલ સમક્ષ પુરાવા રજૂ કરવાના રહેશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિમણૂકપત્ર આધાર સાથે રજૂ કરવું

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ સમક્ષ રજૂ કરવામાં આવતી અપીલોના સંદર્ભમાં અગામી 1 લી ઓક્ટોમ્બર 2020થી અપીલ રજૂ કરનારા કર્મચારીએ પોતાની અપીલ સાથે સ્વપ્રમાણિત આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્રની નકલ અચૂક રજૂ કરવાની રહેશે.

સરકારી કર્મચારીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નો ઘણા સમયથી ઉકેલાયા ન હોવાથી કેટલાક કર્મચારીઓએ ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલ સમક્ષ પોતાની ફરીયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત, અપીલ કરનાર કર્મચારીએ પોતાના મૂળ નિમણૂકના હુકમની સ્વપ્રમાણિત નકલ અને વાદગ્રસ્ત હુકમની સ્વપ્રમાણિત નકલ પણ રજૂ કરવાની રહેશે તેમ ગુજરાત મુલ્કી સેવા ટ્રિબ્યુનલના સચિવ એન. એલ. પુજારાએ એક યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...