તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વિદ્યાનગરના શખસે CVMની જમીન પચાવી પાડી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

વિદ્યાનગર સ્થિત રેલવે સ્ટેશન પાસે આવેલી ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ)ની માલિકીવાળી જમીન મોટા બજાર ખાતે રહેતાં ઈસમે પચાવી પાડતાં પોલીસે આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ચારૂતર વિદ્યામંડળમાં શાંતિભાઈ ગોકળભાઈ પટેલ માનદ મંત્રી તરીકે સેવા આપે છે. તેમણે વિદ્યાનગર પોલીસ સ્ટેશને મોટા બજાર સ્થિત મૃણાલી એપાર્ટમેન્ટમાં રહેતા બાબુ પઢીયાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાનગર રેલવે સ્ટેશન સામે ચારૂતર વિદ્યામંડળ શૈક્ષણિક ટ્રસ્ટની સીટી સર્વે નંબર 543-544 નંબર વાળી આશરે 200 ચોરસ ફૂટ જમીન આવેલી છે.

જેમાં બાબુ પઢીયારે કાચી ઓરડી, તૂટેલો સામાન, ભંગાર તથા ઢોરઢાંખર છૂટ્ટા મૂકી જમીન પચાવી પાડી હતી. ઉપરાંત તેણે જમીન પર આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. હાલમાં વિદ્યાનગર પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...