તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ યુનિવર્સિટીનો પદવિદાન:ફળીયાના લોકોએ ફાળો ઉઘરાવી પૈસા ભર્યા અને પાંચ વર્ષ પછી વેટરનરી સાયન્સમાં નવ ગોલ્ડ મેડલ મેળવ્યા

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફી માટે નાસીપાસ થયેલા મૂળ ઊંઝાના યુવકની પ્રેરણાદાયક કહાની

આજની યુવા પેઢીને જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે પોતાના સુધી સીમિત ન રાખતાં સમાજ જીવનના કલ્યાણ માટે ઉપયોગ કરવો જોઈએ. તેમજ જે વિદ્યાર્થી આજીવન વિદ્યાર્થી બની રહે છે તે દુનિયાને કંઈક નવું આપી શકે છે.એમ આણંદ કૃષિ યુનિવર્સિટીના 17મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. આ પદવીદાન સમારોહમાં વિવિધ ફૅકલ્ટીના 41 વિદ્યાર્થીઓને કુલ 101 ગોલ્ડ મેડલ એનાયત કરાયાં હતાં.આ સમારોહમાં વિવિધ યુનિ.ના કુલપતિઓ, બોર્ડના સભ્યો, વિવિધ ફેક્લટીઆેના વડાઓ, પ્રધ્યાપકઓ, વૈજ્ઞાનિકો, સુવર્ણપદક ધારક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સ્કુલ સમયગાળા દરમિયાન સરેરાશ પરિણામ મે‌ળવતા વિદ્યાર્થી પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા કેટલી રાખી શકાય ? અને એ પણ એક નહીં, પણ નવ-નવ ગોલ્ડ મેડલ અને એક કેસ પ્રાઈઝ.. વાત માનવામાં ન આવે તેવી લાગે પણ સાચી છે. મૂળ ઊંઝાનો અને હાલમાં ભરૂચના આમોદ તાલુકાના ડોરા ગામ ખાતે વેટરનરી તબીબ તરીકે ફરજ બજાવતા ડો. જયેશ મણીયારને આણંદ કૃષિ યુનિવર્સિટીના ગુરૂવારે યોજાયેલા 17માં પદવીદાન સમારોહમાં નવ ગોલ્ડ મેડલ મળ્યા હતા.

આ અંગે વાત કરતાં ડો. જયેશ મણીયારે કહ્યું હતું કે, સ્કુલના સમય દરમિયાન હું એવરેજ સ્ટુડન્ટ હતો. જોકે, ધોરણ 12માં મારે 80 ટકા આવ્યા એ પછી મને એમબીબીએસ કરી તબીબ બનવાની ઈચ્છા હતી. પરંતુ પિતા મીઠાલાલ નાસ્તાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા હોઈ તેની ઊંચી ફી પરવડે તેમ નહોતું. એ સમયે કૃષિ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યું હતું. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી સાયન્સમાં મને પ્રવેશ મળ્યો હતો. જોકે, આર્થિક સ્થિતિ સારી ન હોય એ સમયે ફળીયાના લોકો તેમજ મારા ખાસ મિત્રના માતા-પિતાએ મને ખૂબ આર્થિક સહાય કરી મારી કોલેજ-હોસ્ટલ સહિતની ફી ભરી હતી.

પિતાને મદદરૂપ થવા હાલમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે
ઊંઝાના બસ સ્ટેન્ડ પાસે પિતા મીઠાલાલની નવદુર્ગા દાબેલી નામે દુકાન આવેલી છે. માતા ગૃહિણી છે. નાનો ભાઈ બી.કોમ કરે છે. વધુ અભ્યાસની ઈચ્છા ખૂબ છે. પણ પરિવારને મદદરૂપ થવા માટે હાલમાં તે સરકારના 1962 એનિમલ હેલ્પ લાઈનના પ્રોજેક્ટમાં રૂપિયા 45 હજારના પગારથી કોન્ટ્રાક્ટ પર કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો