કામગીરી:આણંદ રેલવે સ્ટેશન પરથી મળેલ બાળકના વાલી મળ્યા

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરો વીણવા ગયેલા મા-બાપ બાળક ભુલી ગયા હતા

આણંદ રેલ્વે સ્ટેશન પર માતાપિતાથી વિખુટા પડેલા બાળક મળી આવતા વિદ્યાનગર ચિલ્ડ્રન હોમમાં મોકલી દીધુ હતું. વિદ્યાનગર ચિલ્ડ્રન હોમના અધિક્ષક વિશાલભાઈએ જણાવેલ કે આણંદ રેલ્વે સ્ટેશન પરથી એક બાળક માતા- પિતાથી વિખુટ પડેલું હોવાથી એનજીઓ દ્વારા ચિલ્ડ્રન હોમમાં મુકવામા આવેલ હતુ.

ત્યારબાદ શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તાર સહિત મહાવીર ઝૂંપડપટ્ટીમા બાળકનો ફોટો લઇને શોધખોળ કરવામા આવી હતી. આ સમયે બાળકના માતા પિતા ધરે નહીં હોવાથી આજુબાજુના રહીશોએ બાળકના માતાપિતા ઝૂંપડપટ્ટીમાં રહે છે.

તેઓ કચરો વીણીને જીવન ગુજરાન ચલાવતા હોવાથી પાંચ કે છ દિવસે ધરે આવતા હશે. એટલે કદાચ રેલ્વે સ્ટેશન પર બાળકને ભુલી ગયા હશે તેમ માહીતી મળતાની સાથે બાળકના માતાપિતાને શોધી લાવતા ઓળખ પરેડ કર્યા બાદ બાળકની સોંપણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...