તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કઠણ કાળજાના માનવી:પુત્રીને ટ્રકમાંથી ઉતારી માતા-પિતા ભાગી ગયા

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિશ્વ મહિલા દિને જ 13 વર્ષીય બાળકી સાથે માતા-પિતાએ કરેલા કૃત્યથી ફિટકાર

આણંદ શહેર સહિત સમગ્ર વિશ્વમાં મહિલા દિવસની ઊજવણી જોરશોરથી કરવામાં આવી રહી હતી ત્યારે મહિલા દિવસે જ આણંદ જિલ્લામાં સોમવારે સવારે કઠણ કાળજાના માનવીને પણ કંપાવી દે તેવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં સગા મા-બાપે પોતાની 13 વર્ષીય પુત્રીને સુરતથી ટ્રકમાં બેસાડી અને તેને આણંદ સુધી સાથે લાવીને ધર્મજ પાસે ટ્રકમાંથી નીચે ઉતારી ભાગી ગયા હતા. જોકે, સમગ્ર ઘટના અંગેની જાણ 181ની ટીમને થતાં જ તેમણે તુરંત જ બાળકીનો કબ્જો મેળવી સલામત તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલી આપી હતી. આ અંગે વાત કરતાં અભયમ ટીમના કાઉન્સિલેર કૈલાશબેને જણાવ્યું હતું કે, શ્રમજીવી પરિવારની 13 વર્ષીય બાળકી ધર્મજ પાસે રડતાં-રડતાં જઈ રહી હોવાની માહિતી અમને ત્રાહિત વ્યક્તિના કોલ દ્વારા મળી હતી. જેને પગલે અમે તુરંત જ ધર્મજ ચોકડી પાસે પહોંચ્યા હતા. એ સમયે બાળકી ખૂબ રડતી હતી. તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું હતું કે, તે મૂળ સુરતની છે અને અહીં આણંદના ભાદરણમાં તેઓ વર્ષો અગાઉ રહેતા હતા. રવિવારે રાત્રિના તેના મા-બાપે આણંદ જવાનું કહીને તેમની સાથે તેને ટ્રકમાં બેસાડી હતી. દરમિયાન માતા-પિતા તેણીને આણંદ લઈ આવ્યા હતા. બાદમાં ધર્મજ આવતાં જ તેમણે તેણીને નીચે ઉતારી દીધી હતી. કિશોરી જેવી નીચે ઉતરી કે તુરંત જ ટ્રકમાં બેઠેલા મા-બાપ તેને તે જ હાલતમાં મૂકી ફરાર થઈ ગયા હતા. બાળકી એ પછી સીધા જતા રોડ પર ચાલવા લાગી હતી.હાલમાં બાળકીને સલામત રીતે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવી છે. તેનું સતત કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે. બીજી તરફ પોલીસના માધ્યમ થકી તેના મા-બાપના સઘડ મેળવી તેની પૂછપરછ કરી પછીથી બાળકીનો કબ્જો સોંપવામાં આવશે.

માતા-પિતાએ ભણવાનું છોડાવી અને કચરાં-પોતાં કરવા કહ્યું

બાળકીએ અભયમ ટીમ સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે, તેણીને ભણવાનું ખૂબ ગમતું હતું. પરંતુ ગરીબ મા-બાપને પરવડતું ન હોય તેઓ તેને ભણાવતાં નહોતા. વધુમાં તેણીને કચરાં-પોતાં કરવા જવાનું જણાવતા હતા. જો તેણી કચરાં-પોતાં કરવાનું ના પાડે તો ઘણી વખત તેને માર પણ મારતા હતા. જેને પગલે તેણી ખૂબ જ ભયભીત રહેતી હતી. તેને ભણવું હતું, પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોય ભણાવતા નહોતા.

અન્ય સમાચારો પણ છે...