નિર્ણય:શાસ્ત્રી મેદાનનો કરાર રિન્યૂ ન કરાતા માલિકી હવે પાલિકાની

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • આણંદ ક્રિકેટ એસો. 9 વર્ષના ભાડા પટ્ટે આપ્યું હતું

આણંદ નગરપાલિકાએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભાડા પટ્ટે અપાયેલી મિલકતો પરત લેવા કવાયત હાથ ધરી છે. ત્યારે આણંદ ક્રિકેટ એશોશિએસનને 9 વર્ષના ભાડા પટ્ટે અપાયેલ લાલબહાદુર શાસ્ત્રી મેદાનનો ભાડા પટ્ટાનો કરાર રિન્યૂ નહીં કરતા આખરે પાલિકાએ તેનો કબજો લઇ લીધો છે. આગામી દિવસોમાં નવયુવાનોને ક્રિકેટ સહિતની રમતોનો લાભ મળી રહે તેવું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવશે.

આણંદ નગરાપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા દ્વારા નવ વર્ષ પહેલા આણંદ ક્રિકેટ એસોશિએસનને લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ભાડા પટ્ટે આપવામાં આવ્યું હતું. જેનો કરાર જાન્યુઆરી 2021માં પૂરો થઇ ગયો હતો. આ બાબતે પાલિકા દ્વારા અનેકવાર ક્રિકેટ એસો. ભાડા કરાર રિન્યૂ કરવાની જાણકરાઇ હતી પરંતુ એસો.

એ રસ નહીં દાખવતા અંતે પાલિકાએ તેનો કબજો લઇ લીધો છે. આ મિલ્કત પાલિકા હસ્તકની હતી. મંગળવારે આણંદ પાલિકાની ટીમોએ શાસ્ત્રી મેદાન સ્થળ પર પહોંચીને ભાડા પટ્ટે આપેલ મિલકતનો કબજો પરત લઇ લીધો હતો. ક્રિકેટ એસો. દ્વારા આ મેદાનને ખૂબ સારી રીતે મેઇન્ટેઇન કરાયું હતું. પરંતુ હવે તેનો વહીવટ પાલિકા હસ્તક આવતા તેની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...