આણંદમાં મયુર સેલ્સ નામની ફટાકડાની દુકાનમાં બેદરકારીના પગલે પ્રચંડ આગ લાગવાની ઘટનાને એક સપ્તાહ પૂરું થવા આવ્યું છતાં કસુરવાર સામે હજુ કોઇ નક્કર એક્શન લેવાયા નથી. એફએસએલએ આગનું કારણ જાણવા માટે એમસીબી સ્વીચ, કાટમાળના અવશેષો એકત્ર કરીને તપાસ માટે ગાંધીનગર લેબમાં મોકલી આપ્યા હતા. બીજીતરફ દુકાન માલિકે આજે પોલીસ સમક્ષ હાજર થઇ નિવેદન નોંધાવ્યું હતું અને પુરાવા રજૂ કર્યા હતા.
આણંદ શહેરમાં લક્ષ્ય ઇમ્પિરિયલ કોમ્પક્ષમાં મયુર સેલ્સ નામના દુકાનદારને પ્રાંત કચેરી દ્વારા બે સ્થળે દારૂખાનું વેચાણનો પરવાનો અપાયો હતો. જેમાં 900 કિલો ફટાકડા રાખી વેચવાની જોગવાઇ હતી. ગત સોમવારે આગ લાગતા ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળની દુકાન ઉપરાંત બીજે માળે બનાવેલા ગોડાઉનમાં રાખેલા ફટાકડામાં આગ લાગતા ભીષણ દુર્ઘટના થઇ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.