વિલંબ:કાઉન્સિલરના સસ્પેન્શનનો ઓર્ડર પાલિકાને ન મળતાં કોકડું ગુચવાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાઉન્સિલર સભામાં ગેરહાજર રહેતા પાણીચું
  • ઓર્ડરની કોપી મળ્યા બાદ ચૂંટણી આયોગને રિપોર્ટ કરાશે

આણંદ નગરપાલિકાના વોર્ડ નં 5ના કાઉન્સિલર સામાન્ય સભામાં સતત ગેરહાજર રહેતા જિલ્લાં કલેક્ટરે સસ્પેન્ડનો હુકમ કર્યો હતો. ત્યારે હુકમનો ઓર્ડર આણંદ પાલિકા ચીફ ઓફિસરને 10 દિવસ સમય વિતવા છતાં નહીં મોકલતાં કોકડું ગુચવાયું છે. જો કે ઓર્ડર મોકલ્યા બાદ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ (42)(1) જોગવાઇ મુજબ રાજ્યના ચૂંટણીના આયોગના સચિવને મોકલવામાં આવશે. જેની મંજૂરી બાદ ચૂંટણીનો એજન્ડા તૈયાર કરાશે. તેમ આણંદ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

આણંદ નગરપાલિકા દ્વારા પાલિકાના અધિનિયમ મુજબ સસ્પેન્ડનો રીપોર્ટ કર્યો હતો. જેના આધારે આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણીએ નગરસેવકને સસ્પેન્ડનો હુકમ કર્યો હતો. પરંતુ ધારાસભ્યની ચૂંટણીના પગલે જિલ્લા કલેક્ટરની બદલી થઇ ગઇ છે. આખરે નવા જિલ્લા કલેક્ટર આવ્યાં હોવા છતાં પણ રીપોર્ટ પાલિકામાં નહીં મોકલતા સમગ્ર કોકડું ગુચવાયું છે. આ અંગે આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ કે.ગરવાલે જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર દ્વારા વોર્ડ નં 5ના કાઉન્સિલરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પરંતુ હજુ અમને સસ્પેન્ડના ઓર્ડરની કોપી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...