તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ગામડીના ખુલ્લા કાંસ પર RCC બ્રેકેટની કામગીરી 5 વર્ષથી ટલ્લે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2016માં 3.79 કરોડના એસ્ટીમેટ સાથે પ્રોજેકટ તૈયાર કરાયો
  • શહેરી વિકાસ યોજના હેઠળ બનાવવાની વાત કરતાં કામ અટવાયું

શહેરના ગામડી તળાવ થી માણેજવાલા સ્કુલ સુધી કાંસ પર આર.સી.સી બ્રેકેટ બનાવવા માટે કાંસ વિભાગ દ્વારા એસ્ટીમેટ તૈયાર કર્યો હતો. પરંતુ કાંસ વિભાગે સરકારમાં મોકલવાની તસ્દીન લેતા આજે પણ કાંસ અન્ડર ગ્રાન્ટ કરવાની કામગીરી ટલ્લે ચઢેલી જોવા મળે છે જે બાબતે વોર્ડ નં 4 અને 5 ના કાઉન્સિલરો ભેગા મળીને કાંસ વિભાગના કાર્યપાલક ઇજનેર, કલેકટર અને પ્રાંત અધિકારીને મળી આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. તેમજ પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત કરવામાં આવનાર છે.

આણંદ શહેરના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી ચોમાસા દરમિયાન માથાના દુઃખાવા રૂપ બની ગયેલ ખુલ્લા કાંસને કારણે 30 હજારથી વધુ લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. ગામડી તળાવ થી ભાલેજ ઓવરબ્રીજ પાસે આવેલા માણેજવાલા સ્કુલ સુધીના ખુલ્લા કાંસને આર.સી.સી બ્રેકેટ બનાવવા માટે કાંસ વિભાગ કોઇ જ કાર્યવાહી કરતું નથી.અને રેલ્વે અને નગરપાલિકા હદમાં કાંસ આવ્યો હોવાનું કહ્યું હાથધર કરી દે છે.

2016 કલેકટરે રેલ્વે વિભાગ, કાંસ વિભાગ અને પાલિકાને સાથે રાખીને કાંસનું નિરીક્ષણ કર્યુ હતું .જે તે વખતે કાંસ પર આર.સી.સી બ્રેકેટ બનાવવા માટે 3.79 કરોડનું એસ્ટીમેટ તૈયાર કરાયું હતું. પરંતુ કાંસ વિભાગ દ્વારા સરકારામાં ન મોકલતા આજે પણ કાંસ ખુલ્લો હોવાથી લોકોને ચોમાસામાં પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ અંગે સ્થાનિક કાઉન્સિલર અને વિરોધપક્ષના નેતા સલીમસા દિવાન,નૂરમહંમદ વ્હોરા,નજમાબેન પઠાણ, રહેમતબેન વ્હોરા,જયાબેન પરમારે ભેગા મળીને કલેકટર,પ્રાંત અધિકારી, મામલતદારને મળી આવેદનપત્ર આપીને તાત્કાલિક ચોમાસા પહેલા કાંસ અન્ડર ગ્રાઉન્ડ કરવાની માંગ કરી છે.

કાંસ વિભાગની બેદરકારીથી 5 વર્ષથી કાંસનું કામ હાથ ધરાતું નથી
ગામડી તળાવથી માણેજવાલા સ્કુલ સુધીના ખુલ્લા કાંસમાં વરસાદી પાણી આગળથી આવે છે.જેના કારણે ઇસ્માઇલનગર ,અમીના મંજલી સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘુસી જાય છે. લોકોને પારંવાર મુશ્કેલીઓ પડે છે. 2016માં કાંસ વિભાગ દ્વારા આર.સી.સી બ્રેકટ બનાવવા માટે પ્રોજેકટ તૈયાર કર્યો હતો. પરંતુ પાછળથી શહેરી વિકાસમાં સમાવવાની વાત કરી હતી. પરંતુ સરકારમાં પ્રોજેકટ ન મોકલતા આજદિન સુધી કામગીરી થઇ નથી. > સલીમસા દિવાન, વિરોધ પક્ષના નેતા નગરપાલિકા આણંદ

અન્ય સમાચારો પણ છે...