બોરસદ ચોકડી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે દાંડી વિભાગ દ્વારા નવો ફલાઇ ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ઓવરબ્રીજને મહારાણા પ્રતાપના નામકરણ સાથે શહેરમાં પ઼વેશતા લોટીયા ભાગોળ આવેલા મહારાણા પ્રતાપ ચોકમાં સાડાબાર ફુટની પ્રતિમા પાલિકાની સામાન્ય સર્વાનુમતે નક્કી કરવામા આવતા શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
હાલમાં યુધ્ધના ધોરણે પ઼તિમા તૈયાર કરવાની કામગીરી આરંભી દેવાઈ છે.જે મહારાણા પ્રતાપના જન્મદિન નિમિતે ઉજવતા શૌર્ય દિન એટલે કે આગામી 9મી મેના રોજ મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવર વિધી કરવામાં આવશે.આમ આણંદમાં વર્ષો બાદ પાલિકાની હદમાં 12.50 ફૂટ ઉંચી પ્રતિમાને મુકીને ઇતિયાસ રચાશે.
આણંદ જિલ્લા ક્ષત્રિય સેના પ્રમુખ સુનિલસિંહ પરમારે જણાવ્યું હતુ કે, હિન્દુ ધર્મ રક્ષક વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજી વ્યકિતત્વ તેમના આત્મ સન્માન, ખુમારી માનવ ધર્મ પરાયણતા, અપ્રિતમ વીરતા, શૌર્ય અને સાહસવૃતિ જેવા અનેક સદગુણા કારણે દરેક ભારતવાસીઓ માટે અભિમાન અને પ્રેરણા સ્ત્રોત રહ્યાં છે. ત્યારે આણંદ શહેરમાં લોટેશ્વર મહાદેવ પાસે આવેલા મહારાણા પ્રતાપ ચોકમાં 12.50 ફૂટની મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે. આગામી તા 9મી મેના રોજ મહારાણા પ્રતાપની 482 જન્મજયંતિના દિવસે શૌર્ય દિવસ તરીકે ઉજવાશે. સાંજે 7.30 કલાક મહારાણા પ્રતાપ પ્રતિમાનુ અનાવરણ મહોત્સવ ઉજવાવશે. આ પ્રસંગે સાંજે 4.30 કલાકે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેની અત્યારથી તડામાર તૈયારીઓ આરંભી દેવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.