કામગીરી હાથ ધરવા માગ:આણંદમાં મરામતના અભાવે જૂની શાક માર્કેટ ખંડેર હાલતમાં ફેરવાઇ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકા હસ્તક પથિકાશ્રમ પાસે માર્કેટ બનાવી હતી

આણંદ પાલિકા હસ્તક પથિકાશ્રમ પાસે આવેલી જૂની શાક માર્કેટ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગઈ છે. ત્યારે શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓને વહેલી સવારે જાહેર માર્ગ ઉપર શાકભાજીનું વેચાણ કરવાની નોબત આવે છે. તંત્ર દ્વારા વહેલી તકે જૂની શાક માર્કેટમા મરામતની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આણંદ નગર પાલિકા તંત્ર દ્વારા શહેરના પથિકાશ્રમ પાસે શાક માર્કેટ ઘણા સમયથી બનાવવામા આવ્યું હતુ. પરંતુ તંત્ર દ્વારા જાળવણીના અભાવે હાલમાં જુની શાક માર્કેટ ખંડેર હાલતમાં ફેરવાઇ ગયેલ છે. જેના લીધે શાકભાજીનું વેચાણ કરતા ફેરીયાઓ અને વેપારીઓને શાકભાજીનું વેચાણ કરવા જુના બસ સ્ટેન્ડ તરફ પસાર થતાં માર્ગ પર બેસવાની ફરજ પડે છે. જેના લીધે વારંવાર ટ્રાફિક જામ થઈ જતો હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીઓનો ભોગ બનવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...